ગુનો@મોરબી: બસ સ્ટેન્ડ પાસે રીક્ષામાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનારા 2 ઇસમો પોલીસે ઝડપ્યા

રીક્ષા સહીત ૧.૨૮ લાખનો મુદામાલ જપ્ત 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દારૂના કેસ ખુબજ વધી ગયા છે. આરોપી ખુલ્લે આમ  દારૂની હેરાફેરી કરી રહ્યા છે. આંદરણા ગામના બસ સ્ટેન્ડ પાસેથી સીએનજી રીક્ષામાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર બે ઈસમને ઝડપી લઈને પોલીસે ઈંગ્લીશ દારૂની ૯૨ બોટલ અને રીક્ષા સહીત ૧.૨૮ લાખનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી. કે સીએનજી રીક્ષા જીજે ૦૮ એવી ૬૨૮૭ માં ઈંગ્લીશ દારૂ ભરીને હળવદ તરફથી મોરબી આવવાનો હોય જેથી ટીમે વોચ ગોઠવી હતી. રીક્ષા જીજે ૦૮ એવી ૬૨૮૭ પસાર થતા ઉભી રાખવા ઈશારો કરતા રિક્ષાચાલક રીક્ષા લઈને ભાગવા જતા પીછો કરીને રિક્ષાને આંતરી લીધી હતી.  જે રીક્ષામાં આરોપી વનરાજસિંહ છનુભા વાઘેલા (ઉ.વ.૧૯) અને યોગેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૪૦) રહે બંને બનાસકાંઠા જીલ્લા વાળાને ઝડપી લીધા છે.

જે રીક્ષામાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૯૨ કીમત રૂ ૨૮,૦૦ અને સીએનજી રીક્ષા કીમત રૂ ૧ લાખ સહીત કુલ રૂ ૧,૨૮,૮૦૦ નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

જે કામગીરીમાં મોરબી તાલુકા પીઆઈ કે એ વાળા, પીએસઆઈ વી જી જેઠવા, જયદેવસિંહ ઝાલા, દિનેશભાઈ બાવળિયા, અજીતસિંહ પરમાર, વનરાજભાઈ ચાવડા, હરેશભાઈ આગલ, ફતેસંગ પરમાર, રમેશભાઈ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, કેતનભાઈ અજાણા, જયદીપભાઈ પટેલ, પંકજભા ગુઢડા, કુલદીપભાઈ કાનગડ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દીપસિંહ ચૌહાણ, યશવંતસિંહ ઝાલા સહિતની ટીમ જોડાયેલ હતી.