ગુનો@રાજકોટ: ગઈ નવરાત્રીમાં થયેલ અદાવતનો ખાર રાખી બે શખ્સએ યુવક પર પાઈપ વડે હુમલો કર્યો

હરીદ્વાર કોમ્પ્લેક્ષમાં કમલેશ સાયકલ સ્ટોર નામની દુકાન ચલાવે છે
 
ગુનો@રાજકોટ: ગઈ નવરાત્રીમાં થયેલ અદાવતનો ખાર રાખી બે શખ્સએ યુવક પર પાઈપ વડે હુમલો કર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જંકશન પ્લોટમાં આવેલ દુકાનમાં સિંધી વેપારી પર ગઈ નવરાત્રીમાં થયેલ અદાવતનો ખાર રાખી બે શખ્સએ પાઈપથી હુમલો કરતાં યુવકને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે પ્ર. નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. બનાવ અંગે પરસાણાનગર શેરી નં-1 માં રહેતાં કમલેશભાઈ ગોવિંદભાઈ  એ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે હિતેષ ઉર્ફે હિતો લીલાણી, બિપિન અને કુમાર વાસદેસાણીનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ દોશી હોસ્પીટલ સામે હરીદ્વાર કોમ્પ્લેક્ષમાં કમલેશ સાયકલ સ્ટોર નામની દુકાન ચલાવે છે.ગઈ કાલ સાંજના ચારેક વાગ્યાના અરસામાં તેઓ ઘરેથી દુકાને જવા નિકળેલ ત્યારે તેના મામા તેમના અજય ઓટો ગેરેજ પાસે ભેગા થયેલ અને જણાવેલ કે,

આજે રાત્રે બીપીનભાઈ ની દુકાને નવરાત્રીની મીટીંગ રાખેલ છે. બાદ રાત્રીના પોણાં બારેક વાગ્યે નવરાત્રીની મીટીંગમં ગયેલ હતો. બીપીનભાઈ તેમ જ કુમારભાઈ સાથે નવરાત્રીની મીટીંગ બાબતે વાતચીત ચાલતી હતી કે, અગાઉની જેમ હવેથી આપણે સાથે મળી નવરાત્રીનું આયોજન કરીયે, તે વખતે કુમારભાઈ મોબાઈલમાં સુનીલભાઈ ટેકવાણીની વાત ચાલુ હતી અને તેમનો મોબાઈલ મને આપેલ ત્યારે સુનીલભાઈએ મને કીધેલ કે, આ બધું તુ હવે મુકી દે ને ત્યારે પાછળથી હિતેશ ઉર્ફે હિતોએ પાઈપ વડે માથામાં હુમલો કર્યો હતો.

જેથી તેઓને માથામાંથી લોહી નીકળવા લાગેલ અને હિતેશ અને બીપીન સાથે જપાજપી થતા મારા ખીસ્સામા રહેલ રૂ.13,700 નીચે પડી ગયેલ હતા અને મને માંથામાં લાગેલ હોવાથી તેઓને કોઈ ભાન રહેલ ન હતી. તેમજ હિતેશે કહેલ કે,તને જાનથી મારી નાખવો છે. જેથી તેઓ દાદરા ઉતરી ઘરે જઈ પત્નીને વાત કરતાં અને માંથામાં લોહી નીકળતુ હોય જેથી સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અને વધુમાં જણાવ્યું હતું કે, ગઈ નવરાત્રીમાં થયેલ મનદુ:ખનાના કારણે આરોપીઓએ હુમલો કર્યો હતો. બનાવ અંગે પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ બી.વી.ચુડાસમા અને ટીમે આરોપીને સકંજામાં લેવાં તજવીજ હાથ ધરી હતી.