ગુનો@વાંકાનેર: જૂની અદાવતનો ખાર રાખી 2 ઇસમોએ યુવાન પર છરી વડે હુમલો કર્યો, જાણો વધુ વિગતે

જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મારા-મારીની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મારામારીના બનાવ સામે આવે છે.  વાંકાનેર શહેરના લક્ષ્‍મીપરા જમાતખાના પાસે અગાઉ તેના વિસ્તારમાં નહિ આવવા બાબતે બોલાચાલી હતી.  જેથી યુવાન વાત કરવા ગયો હોય ત્યારે અન્ય ઇસમ આવી ગાડીમાંથી ઉતરી ગાળો અપાઈ છરી વડે ઈજા કરી. બંને આરોપીઓએ યુવાન સહિતના બેને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા મયુસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ આરોપી ઈનાયત ઉર્ફે ઇલુ અને અલાઉદીન સમા રહે બંને વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે. કે ચાર પાંચ દિવસ પૂર્વે મોટો ભાઈ જીતેન્દ્રસિંહ અને તેનો મિત્ર સંજય રાણાભાઇ રાજગોર ફોર વ્હીલ કાર લઈને ગ્રીન ચોક પાસે ભારત ટ્રાન્સપોર્ટ વાળી શેરી પાસે કાર લઈને ઉભા હતા.  ત્યારે ઈનાયત ઉર્ફે ઇલુ રહે લક્ષ્‍મીપરા વાંકાનેર વાળાએ અહિયાં મારા વિસ્તારમાં કેમ આવો છો તમારે અહિયાં આવવાનું નહિ કહેતા ફરિયાદીના ભાઈ અને મિત્રએ આવું આ ક્યાં કોઈની જગ્યા છે. તેમ કહતા બોલાચાલી કરવા લાગ્યા હતા અને બોલાચાલી બાદ ત્યાંથી નીકળી ગયા હતા.

જે બાબતે ભાઈએ ફરિયાદીને વાત કરતા તા. ૨૪ ના રોજ રાત્રીના બાર સાડા બાર વાગ્યે બોલાચાલી કરેલ જેના સમાધાન માટે ઈનાયતને ફોન કરી વાત કરી હતી. રૂબરૂ આવવાનું કહેતા યુવાન ગ્રીન ચોક પાસે છો કહેતા ફરિયાદી મયુંસિંહ અને તેના મિત્ર ઓમદેવસિંહ કિરીટસિંહ ઝાલા બંને એકટીવા લઈને ગયા હતા જ્યાં ગ્રીન ચોકમાં ફરી વાર ફોન કરતા લક્ષ્‍મીપરા જમાતખાના પાસે આવવાનું કહેતા ત્યાં ગયા હતા.  જ્યાં ઈનાયત હાજર હતો અને ચાર પાંચ દિવસ પૂર્વે ભાઈ સાથે કેમ બોલાચાલી કરેલ તે બાબતે વાત કરતા હતા.  ત્યારે અલાઉદીન સમા સ્વીફ્ટ કાર ૦૦૯૩ લઈને આવી ગાડીમાંથી ઉતરી ગાળો આપવા લાગ્યો અને ઢીકા પાટું માર મારવા લાગ્યો હતો અને છરીનો ઘા ફરિયાદી મયુંસિંહને આંખની સાઈડના ખૂણામાં મારી દેતા ઈજા કરી હતી

 માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.  ત્યારે દેકારો થતા માણસો ભેગા થઇ જતા આરોપી જતો રહ્યો હતો વાંકાનેર સીટી પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.