ગુનો@બાપુનગર: હથિયારો લઈને ફરનારા અને વાહન સળગાવવાના કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ

પોલીસે બે ગુના નોંધ્યા હતા.
 
ગુનો@જામનગર: યુવકને આપઘાત માટે મજબુર કરનાર દંપતી સહિત 3 શખ્સની ધરપકડ, મોટો ઘટસ્ફોટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આતંક મચાવનાર લોકો વિરુદ્ધ પોલીસે બે ફરિયાદ નોંધી હતી. પહેલી ફરિયાદમાં વાહન સળગાવી મૂકી મારામારી કરવાના ગુનામાં ત્રણ વ્યક્તિ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાઈ હતી. ઉપરાંત, ત્રણ અજાણ્યા વ્યક્તિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.બીજી ફરિયાદ નોંધાઈ તેમાં જૂની અદાવતમાં ધમકી આપી તલવાર જેવા હથિયારો લઈને રોડ પર ફરતા હોય તેવા વીડિયો બદલ ત્રણ વ્યક્તિ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે બાપુનગર પોલીસે કુલ 6 આરોપીમાંથી માત્ર બે આરોપી કુલદીપ યાદવ અને રણજિત ઉર્ફે પીન્ટુ રાવલની ધરપકડ કરી છે. અદાવતમાં ધમકી આપવાના અને હથિયારો સાથે જાહેર રોડ પર ફરી રહેલા ગુનામાં ત્રણ પૈકીના બે આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.

બાપુનગરમાં કુલદીપ ભદોરિયા અને વિકી કિડની નામના બંને શખ્સો વચ્ચે ચાલી રહેલી ગેંગવોરના લીધે સ્થાનિક લોકો હેરાન થઇ રહ્યા છે. ટોળકીએ 16 ઓગસ્ટે બાપુનગર ચાર રસ્તા નજીક મુક્તિધામ સોસાયટીમાં એક ફોર વ્હીલને આગ લગાવી વાહન માલિકને માર માર્યો હતો. 15 ઓગસ્ટની રાત્રે બાપુનગર ચાર રસ્તા નજીક એક શખ્સને ધમકી આપી હતી. બંને બનાવોમાં લોકો ઉશ્કેરાયા હતા અને બીજા દિવસે સવારે બાપુનગર પોલીસ સ્ટેશને અસમાજિક તત્ત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા. બાદમાં પોલીસે બે ફરિયાદો નોંધી હતી. પોલીસે રણજિત ઉર્ફે પીન્ટુ રાવલ અને કુલદીપ યાદવની ધરપકડ કરી છે.હજુ ત્રણ આરોપી ફરાર છે.1 કુલદીપ યાદવ - ધરપકડ 2 રણજિત ઉર્ફે પીન્ટુ રાવલ -ધરપકડ 3 યોગેશ ઉર્ફે બીટુ પ્રધાન-ફરાર 4 છોટુ- ફરાર અને 5 કુલદીપ ભદોરિયા- ફરાર17 ઓગસ્ટે બાપુનગર પોલીસ સ્ટેશનમાં કુલ બે ફરિયાદ નોંધાઈ હતી. બાપુનગર ચાર રસ્તા નજીકની એક સોસાયટીમાં ફોર વ્હીલરમાં આગ લગાડી યુવકને માર માર્યો હતો અને બીજા કિસ્સામાં ત્રણ ટપોરી હથિયારો સાથે રોડ પર ફરી રહ્યા હતા અને એક યુવકને ધમકી આપી હતી. પોલીસે બે ગુના નોંધ્યા હતા.