ગુનો@ગોંડલ: જૂની અદાવતનો ખાર રાખી યુવક પર પાંચ શખ્સોએ છરી,ધોકા-પાઈપથી હુમલો

ગોંડલ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી
 
ગુનો@ગોંડલ: જૂની અદાવતનો ખાર રાખી યુવક પર પાંચ શખ્સોએ છરી, ધોકા-પાઈપથી હુમલો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બનાવ અંગે ગોંડલમાં કોટડાસાંગાણી રોડ પર રહેતાં નરેન્દ્રસિંહ કિરીટભાઇ ડાભી (ઉ.વ.30) એ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે જયરાજસિંહ ઈન્દ્રજીતસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા જાડેજા, હિતેન્દ્રસિંહનો પુત્ર અને બે મજૂરોના નામ આપી જણાવ્યું હતું કે, ગઈ તા.20 ના સાંજના સાતેક વાગ્યાની આસપાસ હું મારૂ બાઇક લઇ ગોંડલ તરકોસી હનુમાન દાદાના મંદિરની સામેની શેરીમાં બી.એસ.એન.એલ.

ઓફિસની સામે સર્વિસ સ્ટેશન પાસે ઓટા ઉપર બેસેલ હતો ત્યારે કારમાં ઘસી આવેલ અને ગાડીમાંથી જયરાજસિંહ જાડેજા હાથમાં છરી સાથે ઉતરેલ અને હુમલો કરવાં જતાં છરી હાથમાં ઘુસી ગઈ હતી.ત્યારે કારમાંથી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા,તેનો પુત્ર ધોકો અને પાઇપ લઈ ઉતરેલ અને હુમલો કર્યો હતો. તેમજ બે પરપ્રાંતીય મજૂરો પણ દોડી આવ્યા અને ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતાં. જેથી તેઓ બાજુના સર્વિસ સ્ટેશની સીડી ઉપર ચડી ગયેલ અને ત્રણેય શખ્સોએ ગાળો આપી ધમકી આપેલ કે,

હવે પછી તુ ગોંડલમાં એકલો મળજે એટલે તને જીવતો રહેવા દેવો નથી ધમકી આપી નાસી છૂટ્યા હતાં. બાદમાં તેઓને ગંભીર હાલતમાં સારવારમાં હોસ્પિટલે ખસેડયા હતાં. વધુમાં ઇજાગ્રસ્તે જણાવ્યું હતું કે, પંદરેક દિવસ પહેલા સાતમ-આઠમના તહેવારમાં મારા પિતાજીને હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા અને તેમના પુત્ર સાથે ઝગડો થયેલ તે વાતનુ મન દુ:ખ રાખી હુમલો કર્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ પોલીસે ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લેવાં તજવીજ હાથ ધરી હતી.