ગુનો@મોરબી: સ્વીફટ કારમાં દેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

કુલ મુદામાલ કીમત રૂ.૨,08,૦૦૦ મુદામાલ કબજે
 
ગુનો@મોરબી: સ્વીફટ કારમાં દેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દારૂની હેરાફેરીના કેટલાય કેસો સામે આવતા હોય છે. હાલમાં જ મોરબીમાં એક ગાડીમાંથી દારુનો જથ્થો ઝડપાયો હતો. પોલીસની ટીમે જામ્બુડીયા ગામ નજીકથી સ્વીફટ કારમાં દેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન જામ્બુડીયા ગામની સીમમાં લેટીગ્રેસ સિરામિક સામેથી ૪૦૦ લીટર દેશી દારૂ ભરેલ સ્વીફટ કાર શંકાસ્પદ લાગતા તેની તલાસી લેતા તેમાંથી ૪૦૦ લીટર દેશી દારૂ મળી આવતા સ્વીફા કાર અને દેશી એમ કુલ મુદામાલ કીમત રૂ.૨,08,૦૦૦ મુદામાલ કબજે કરી આરોપી પ્રવીણભાઈ દેવાભાઈ ઉધરેજા રહે-ધારાડુંગરી જી.સુરેન્દ્રનગર અને નવઘણભાઈ કરમશીભાઈ ઉધરેજા રહે-ધારાડુંગરી જી.સુરેન્દ્રનગર વાળા સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસની આ કામગીરીમાં પી આઈ કે એ વાળા, પી એસ આઈ વી જી જેઠવા, જયદેવસિંહ ઝાલા, અજીતસિંહ પરમાર, વનરાજભાઈ ચાવડા, હરેશભાઈ આગલ,રમેશભાઈ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથભાઈ લોખીલ, જયદીપભાઈ પટેલ, કેતનભાઈ અજાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, દીપસિંહ ચૌહાણ અને યશવતસિંહ ઝાલા સહિતની ટીમે કરેલ છે.