ગુનો@રાજકોટ: પાણીપૂરી દેવાની ના પાડતા યુવાન પર 2 શખ્સે જીવલેણ હુમલો કર્યો

 પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
 
ઘટના@રાધનપુર: ગોડાઉનમાં માલ મુકવાને લઇ મારામારી, સામસામે ફરીયાદમાં 4 આરોપી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મારામારીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મારામારીની ઘટનાઓ સામે આવતી હોય છે.  શહેરમાં અસામાજિક તત્ત્વો દ્વારા નિર્દોષ લોકો પર રોફ છાંડી માર મારી તોડફોડ કરવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં મફતમાં પાણીપૂરી દેવાની ના પાડતા યુવાન પર બે શખ્સે હુમલો કરી તેની પાણીપૂરીની રેંકડીમાં તોડફોડ કરી નાસી છૂટ્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભગવતીપરા-8માં રહેતા અને પાણીપૂરીનો વેપાર કરતા મૂળ મધ્યપ્રદેશના મૂળચંદસિંહ અંગતસિંહ કુશવાહે સાજન પરમાર અને દીપક ઉર્ફે કુચા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તે જૂના મોરબી રોડ પર પાણીપૂરીની રેંકડી ઊભી રાખી વેપાર કરે છે.

શનિવારે સાંજે પોતે રેંકડી પર હતો. ત્યારે બે શખ્સ પાણીપૂરી ખાવા આવ્યા હતા. પાણીપૂરી ખાઇ લીધા બાદ પૈસા માગતાં બંનેએ પૈસા નથી તેવું કહ્યું હતું. જેથી પોતે કંઇ નહિ પછી આપી દેજોનું કહેતા બંને જતા રહ્યા હતા.

ત્યાર બાદ રાત્રીના નવ વાગ્યાના અરસામાં પોતે રેંકડી લઇને ઘરે જતો હતો. ત્યારે ફરી બંને શખ્સ પોતાની પાસે આવી પાણીપૂરી ખવડાવવાની વાત કરી હતી. જેથી તમે સાંજે જ ઉધારમાં પાણીપૂરી ખાઇને ગયા છો, વધુ તમને પાણીપૂરી ખવડાવી નહિ શકું, મારે પણ ઘર ચલાવવાનું હોય તેમ કહ્યું હતું. જેથી બંને ઉશ્કેરાય જઇ પોતાને માર મારી રેંકડીમાં તોડફોડ કરી હતી. બનાવ સમયે ત્યાં હાજર એક સિક્યુરિટી ગાર્ડ બંનેને નામથી બોલાવી આવું નહિ કરવાનું કહ્યું હતું. તેમ છતાં બંનેએ માર માર્યો હતો.

બાદમાં સાજન પરમારે છરીથી હુમલો કરી બેઠકના ભાગે ઘા ઝીંકી દઇ નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયા બાદ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.