ગુનો@રાજકોટ: અગાઉ માથાકૂટ થયેલ હતી જેનો ખાર રાખી યુવક પર અન્ય શખ્સો સાથે આવી હુમલો કર્યો
સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા
Oct 31, 2023, 20:08 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નાના વડાળા ગામે રહેતો ભરત મુળજીભાઇ ચંદ્રપાલ અને તેનો મિત્ર ભાવેશ દિપકભાઇ મકવાણા રહેઠાણ નાના મવા શ્રીરામ ટાઉનશીપ બંને ગત રાત્રીના પરાપીપળીયામાં આવેલ એકતા સોસાયટીમાં હતા. ત્યારે સાહિલ તથા અજાણ્યા શખ્સે ઝઘડો કરી ધોકા વડે ફટકારતા બંનેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસ ચોકીને જાણ કરી હતી.
વધુમાં ઇજાગ્રસ્ત ભરતે જણાવ્યું હતું કે સાહિલ સાથે તેમને અગાઉ માથાકૂટ થયેલ હતી જેનો ખાર રાખી તેને અન્ય શખ્સો સાથે આવી હુમલો કર્યો હતો. તેને બચાવવા વચ્ચે પડેલ તેના મિત્ર ભાવેશને પણ માર માર્યાનું કહ્યું હતું. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.