ગુનો@રાજકોટ: પોલીસે ગાંજાનું વેચાણ કરતા 3 શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

પતરા વાળા રૂમમાંથી ગાંજાનું વેચાણ
 
 ગુનો@રાજકોટ: પોલીસે ગાંજાનું વેચાણ કરતા 3 શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ગુનાના કેસ ખુબજ વધી ગયા છે. આરોપીઓ ખુલ્લે આમ  ગુનાઓ કરી રહ્યા છે.  રાજકોટની ભક્તિનગર પોલીસે ૮૦ ફૂટ મેઈન રોડ કોઠારિયા કોલોનીના કવાર્ટર નંબર ૨૩ શિવશક્તિ ઓટો કન્સલ્ટ વાળી દુકાનમાં ઉપરના માળે માળે પતરા વાળા રૂમમાંથી ગાંજાનું વેચાણ કરતા 3 શખ્સોને ઝડપી  પાડ્યા. પોલીસે  ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ ભક્તિનગર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ૮૦ ફૂટ મેઈન રોડ પર કોઠારિયા કોલોનીના કવાર્ટર નંબર ૨૩ શિવશક્તિ ઓટો કન્સલ્ટ વાળી દુકાનમાં ઉપરના માળે પતરા વાળા રૂમમાં ગાંજાનો જથ્થો રાખ્યો હતો.  વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે દરોડા કર્યો.  ત્યાંથી નીરજકુમાર શીલધલ શાહુ, સુમનકુમારસિંગ નિત્યાનંદસિંગ કુશવાહ અને બાસુકીકુમાર ઉચિત શાહને ગાંજાનો જથ્થો ૮.૬૦૦ કી.ગ્રા.

વજનનો કીમત રૂ.૮૬૦૦૦ તથા મોબાઈલ નંગ ૩, સીમકાર્ડ, આધારકાર્ડ, વજન કાંટો, પ્લાસ્ટિકની કોથળીઓ નંગ ૪૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧,૦૩,૦૦૦ નો મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.