ગુનો@મોરબી: ઢોરના ચારાના ભુસામાં વિદેશી દારૂના જથ્થા સાથે બેને ઝડપી ધોરણસરની કાર્યવાહી

 વિદેશી દારૂની ૨૨ પેટીઓ મળી આવી હતી.
 
ગુનો@મોરબી: ઢોરના ચારાના ભુસામાં વિદેશી દારૂના જથ્થા સાથે બેને ઝડપી ધોરણસરની કાર્યવાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

મોરબી તાલુકાના કેરાળા ગામે ઢોરના ચારાના ભુસામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને ની ૨૨રખાયો હોવાની બાતમીના આધાર એલસીબી ટીમે દરોડા પાડી ત્યાંથી દારૂના જથ્થા સાથે બેને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છેમોરબી તાલુકા પોલીસના પી આઈ કે એ વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના જયદેવસિંહ ઝાલા,અજીતસિંહ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, રમેશભાઇ મુંધવા અને જયદીપભાઇ પટેલને બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામના સ્મશાન સામે આરોપી પરબતભાઇ જીવાભાઇ ટોટા પોતાના વાડામાં બનાવેલ ઢાળીયામાં ઢોરના ચારાના ભુસા નીચે વિદેશી દારૂની બોટલો છુપાવીને રાખ્યા હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાંથી પરબતભાઇ જીવાભાઇ ટોટા અને રાજેશ ઉર્ફે રાજુ મમુભાઇ અખીયાણી મળી આવ્યા હતા.

તો સાથે અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૨૨ પેટીઓ મળી આવી હતી. જેમાં કુલ રૂ.૧,૫૭,૦૮૦ની કિમતની ૨૬૪ નંગ બોટલ મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરીમાં મોરબી તાલુકા પોલીસના પી આઈ કે.એ.વાળા, પી એસ આઈ વી.જી.જેઠવા, જયદેવસિંહ ઝાલા,અજીતસિંહ પરમાર, જનકસિંહ પરમાર,ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, રમેશભાઇ મુંધવા, ભગીરથભાઇ લોખીલ, કુલદિપભાઇ કાનગડ, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા, પૃથ્વીરાજસિંહ જાડેજા, કેતનભાઇ અજાણા, દેવશીભાઇ મોરી, યશવંતસિંહ ઝાલા, દિપસિંહ ચૌહાણ તથા નાયબ પોલીસ અધિક્ષકની કચેરીના ઋતુરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.