હડકંપ@દિયોદરઃ નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા ઝબ્બે, તપાસ કરતાં ખુદ આરોપી બન્યા

સસ્તા અનાજની દુકાનનો ઓડિટ રિપોર્ટ યોગ્ય કરવા 10 હજાર રૂપિયા આપવા કહ્યું હતુ. જોકે સંચાલક લાંચ આપવા ઈચ્છુક ના હોવાથી બનાસકાંઠા એસીબીને જણાવ્યું હતું.
 
bk
બે દિવસ પહેલાં જ લાખોની રકમનો શંકાસ્પંદ અનાજનો જથ્થો તપાસવા ગયેલા અધિકારી ખુદ આરોપી બની ગયા છે. દિયોદર મામલતદાર કચેરીના પૂરવઠા નાયબ મામલતદાર લાંચ લેતા  રંગે હાથે ઝડપાઇ ગયા છે.

અટલ સમાચાર ડોટ કોમ, ગિરિશ જોષી

દિયોદર તાલુકા મહેસુલી આલમમાં આજે સૌથી મોટો ખળભળાટ મચી ગયો છે. બે દિવસ પહેલાં જ લાખોની રકમનો શંકાસ્પંદ અનાજનો જથ્થો તપાસવા ગયેલા અધિકારી ખુદ આરોપી બની ગયા છે. દિયોદર મામલતદાર કચેરીના પૂરવઠા નાયબ મામલતદાર લાંચ લેતા  રંગે હાથે ઝડપાઇ ગયા છે. સસ્તા અનાજની દુકાનના સંચાલક પાસેથી લાંચ લેવા જતાં બનાસકાંઠા એસીબીએ ઝડપી લીધા છે. દુકાનનો હિસાબ કિતાબ યોગ્ય હોવાનો રિપાર્ટ કરવા સામે નાયબ મામલતદારે લાંચ માગી હતી. જોકે સંચાલક લાંચ આપવા ઇચ્છુક ના હોવાથી  એસીપીને રજૂઆત કરતાં કચેરીમાં જ આજે સફળ ટ્રેપ થઇ હોવાનું સામે આવ્યું છે.

bk

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો
બનાસકાઠા જીલ્લાના દિયોદર તાલુકા મામલતદાર કચેરીમા એસીબીએ રેડ કરતાં હડકંપ મચી ગયો છે. કેટલાક દિવસ અગાઉ સસ્તા અનાજની દુકાનના સંચાલકે બનાસકાંઠા એસીપીને રજૂઆત કરી હતી. જેમાં દિયોદર તાલુકા મામલતદાર કચેરીના પૂરવઠા નાયબ મામલતદાર પી.આર.ઠાકોરે સ્થાનિક સંચાલક પાસેથી લાંચની રકમની માંગણી કરી હતી. સસ્તા અનાજની દુકાનનો ઓડિટ રિપોર્ટ યોગ્ય કરવા 10 હજાર રૂપિયા આપવા કહ્યું હતુ. જોકે સંચાલક લાંચ આપવા ઈચ્છુક ના હોવાથી બનાસકાંઠા એસીબીને જણાવ્યું હતું. આથી આજે બપોર દરમિયાન બનાસકાંઠા એસીબી પી.આઇ એન.એ ચૌધરી સહિતની ટીમ દિયોદર મામલતદાર કચેરી ગઈ હતી. મામલતદાર કચેરીમાં જ નાયબ મામલતદાર પી.આર.ઠાકોર 10 હજારની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. એસીબીની સફળ ટ્રેપને પગલે અન્ય કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.