દૂ:ખદ@રાજકોટ: મુરલીધર કોલેજમાં BAMS નો અભ્યાસ કરતો હતો પેપર નબળું જતા ફાસી ખાઈ જીવન ટૂંકાવ્યું

 
ગુજરાતઃ પત્નીના હત્યાના ગુનામાં પતિએ જેલમાં કરી લીધો આપઘાત
રાજ્ય અને દેશમાં નાની વયમાં આત્મહત્યાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

ત્યારે આવોજ એક કિસ્સો રાજકોટ શહેરમાંથી સામે આવ્યો છે. જેમાં રાજકોટમાં તબીબીનો અભ્યાસ કરતા વધુ એક વિદ્યાર્થીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મુરલીધર કોલેજમાં બીએએમએસનો અભ્યાસ કરતા વિદ્યાર્થીનું પેપર નબળુ જતા આપઘાતનું પગલુ ભર્યુ હતુ.

  • તબીબી વિદ્યાર્થીનો આપઘાત
  • મુરલીધર કોલેજમાં BAMS નો કરતો હતો અભ્યાસ
  • પેપર નબળું જતા ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
  • વશિષ્ઠ વિનોદભાઈ પટેલ ઉ.22 નામના યુવકે પંખે દોરી બાંધી ફાંસો લગાવ્યો

પેપર નબળું જતા ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

સાબરકાંઠાના વાસણાનો યુવક હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હતો. તેણે પંખે દોરી બાંધીને ફાંસો લગાવ્યો હતો. પરિવારજનોને જ્યારે આ બાબતની જાણ થઈ ત્યારે તેમના પર આભ તૂટી પડ્યું હતું. પોલીસે આ મામલે આત્મહત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. યુવાનની ઉંમર ફક્ત 22 વર્ષની હતી .