આરોગ્ય@શરીર: આ બે વસ્તુ મિક્સ કરીને વાળમાં લગાવો,મસ્ત રંગ આવશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વાળની સમય પર કેર કરવી ખૂબ જરૂરી છે. ખરાબ લાઇફ સ્ટાઇલ અને બહારનું ખાવાનું ચલણ વધવાને કારણે એની સીધી અસર આપણાં વાળ પર પડે છે. આ કારણે વાળ ખરવા, વાળમાં ખોડો થવો, હેર ગ્રોથ અટકી જવો..આ ટાઇપની દરેક સમસ્યા થતી હોય છે. પરંતુ ખાસ કરીને વાત કરવામાં આજનાં આ સમયમાં નાની ઉંમરમાં લોકોના વાળ સફેદ થવા લાગ્યા છે. સફેદ વાળ થવા પાછળ બીજા અનેક કારણો જવાબદાર હોય છે.
સફેદ વાળને છુપાવવા માટે લોકો મહેંદી, કલર જેવી અનેક વસ્તુઓ એપ્લાય કરતા હોય છે, તેમ છતા જોઇએ એ પ્રમાણમાં રિઝલ્ટ મળતુ નથી. બહારના કલરમાં કેમિકલ વધારે હોવાથી 4 થી 5 વાર હેર વોશ કરીએ ત્યારે પાછા સફેદ વાળ દેખાવા લાગે છે. પરંતુ તમને જણાવી દઇએ કે તમે જ્યારે પણ હવે વાળમાં મહેંદી નાખો ત્યારે આ રીતે બીટનો જ્યૂસ અને ચાનું પાણી એડ કરીને નાખશો તો સફેદ વાળ કાળા થવા લાગશે. બહારના કલર કરતા પણ આનાથી બેસ્ટ રિઝલ્ટ મળશે. આ કલર તમારા વાળમાં લાંબા સમય સુધી ટકી રહેશે અને તમારો લુક મસ્ત લાગશે.
મહેંદીમાં આ મિક્સ કરો
- તમે મહેંદી જ્યારે પલાળો ત્યારે ચાના પાણીમાં પલાળો.
- આ માટે એક બાઉલમાં જરૂર મુજબ મહેંદી લો.
- ત્યારબાદ ગેસ પર બે ચમચી ચાને એક ગ્લાસ પાણી લો અને એમાં નાખો.
- હવે આ પાણીને બરાબર ઉકળવા દો. આ પાણી અડધુ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો. તમે જોઇ શકો છો કે કલર એકદમ બદલાઇ જશે.
- આ પાણીને નોર્મલ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો.
- ત્યારબાદ બીટ લો અને મિક્સરમાં રસ કાઢી લો.
- આ રસને એક બાઉલમાં લઇ લો.
- મહેંદીમાં ચાનું પાણી અને બીટનો રસ જરૂર મુજબ નાખીને બરાબર મિક્સ કરી લો.
- આ પેસ્ટને આખી રાત ઢાંકીને રહેવા દો.
- હેર વોશ કરી લો અને આ મહેંદી વાળમાં એપ્લાય કરો.
- એક કલાક પછી નોર્મલ શેમ્પૂથી હેર વોશ કરી લો.
- આ મહેંદી તમે મહિનામાં ત્રણ વાર નાખી શકો છો.
- આ મહેંદીથી તમારા વાળમાં મસ્ત કલર થઇ જશે અને આપોઆપ ધોળા વાળ છુપાઇ જશે.
- આ મહેંદી વાળમાં એપ્લાય કરવાથી કલરની સાથે-સાથે સિલ્કી અને શાઇની પણ થાય છે.
- આ કલર લાંબા સમય સુધી રહેશે અને કોઇ નુકસાન નહીં થાય.
સુચના: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે.