આરોગ્ય@શરીર: રસોડામાં રહેલી આ 3 વસ્તુઓનું સેવન કરો અને શરદી-ખાંસીથી છુટકારો મેળવો

આમળા અને કાળા મરીનું સેવન કરવાના ફાયદા

 
આરોગ્ય@ગુજરાત: ઋતુ બદલતા જ  શરદી-ખાંસી થઈ જાય છે, આ દેશી સારવાર કામ આવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શિયાળાની ઋતુ હવે પૂર્ણ થવાના આરે છે અને તેની સાથે ઉનાળાની પણ શરૂઆત થવા જઈ રહી છે. જેના કારણે સવાર અને સાંજે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે, તો દિવસ દરમિયાન ગરમીનો પણ અહેસાસ થઇ રહ્યો છે. આમ એક સાથે ડબલ ઋતુના કારણે વાયરલ અને બેક્ટેરિયલ રોગોએ લોકોને ભરડામાં લીધા છે. જેમાં મુખ્યત્વે શરદી અને ખાંસી લોકોને પરેશાન કરી રહી છે.

પરિણામે લોકો તેનાથી બચવા માટે એન્ટિબાયોટિક મેડિસિન અથવા ઘરેલુ ઉપાયો અપનાવે છે. Onlymyhealth અનુસાર, ન્યુટ્રિશનિસ્ટ જૂહી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે, શરદી અને ખાંસીથી છુટકારો મેળવવા માટે આમળા અને કાળા મરીનો ઉપાય કરવો જોઈએ.


આમળા વિટામિન Cથી ભરપૂર હોય છે, જે તમારા ઇમ્યુનીટી લેવલને વધારવામાં મદદ કરે છે. જેનાથી શરીરને ઇન્ફેક્શન સામે લડવામાં મદદ મળે છે. તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ રહેલો છે, જે ગળાની ખારાશને ઘટાડે છે.

કાળા મરીમાં પીપેરીન હોય છે, જેમાં એન્ટિમાઈક્રોબાયલ ગુણ છે, જે તમને ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. કાળી મરી ઉધરસને દૂર કરવામાં અસરકારક છે, તે બલગમ અને છાતીના જમાવને ઘટાડવામાં મદદરૂપ થાય છે.

 

મધના સેવનથી ગળાની ખરાશ શાંત થાય છે. સાથે જ ખાંસીમાં પણ ઘટાડો આવે છે. મધથી કફમાં પણ ઘટાડો થાય છે. તેમાં એન્ટિમાઈક્રોબાયલ ગુણ રહેલા છે, જે શરદી પેદા કરતા બેક્ટેરિયા સામે લડવામાં મદદરૂપ થાય છે.

આમળા અને કાળા મરીના સેવનથી પાચન શક્તિમાં સુધારો થાય છે, આંખોની રોશની વધે છે, વાળ ખરતા અટકે છે, સ્કિનની ચમક વધે છે, શરદી-ખાંસીમાં રાહત આપે છે અને ઘાવ ભરવામાં મદદરૂપ થાય છે.

શરદી-ખાંસીથી બચવા માટે આમળા અને કાળા મરીનો ઉપાય


સામગ્રી:

આમળા - 2, કાળા મરી 8 દાણા અને એક ચમચી મધ

રીત

- સૌપ્રથમ આમળાં ધોઈને તેને નાના ટુકડામાં કાપી લો.
- કાળા મરીના દાણાને પીસી લો.
- હવે એક એર ટાઈટ કન્ટેનરમાં આમળા અને કાળા મરી નાંખી દો.
- હવે તેમાં એક ચમચી મધ નાંખીને રાખી દો.
- હવે રોજ સવારે આ મિશ્રણનું એક ચમચી ભરીને સેવન કરો.

તમે પણ શિયાળાની ઋતુમાં શરદી-ખાંસીથી બચવા માટે આ ઉપાય અજમાવી શકો છો. જો તમને આમાંથી એક પણ વસ્તુથી એલર્જી હોય તો તમારે આ વસ્તુનું સેવન કરવાનું ટાળવું જોઈએ.