આરોગ્ય@શરીર: હાડકાંમાંથી કટ-કટ અવાજ આવે છે? તો જલદી આટલું કરો

  • કેલ્શિયમ, વિટામીન સી અને આયરનથી ભરપૂર વસ્તુઓ ખાઓ.
 
આરોગ્ય@શરીર: હાડકાંમાંથી કટ-કટ અવાજ આવે છે? તો જલદી આટલું કરો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

બેસો-ચાલો ત્યારે હાડકાંમાંથી કટ-કટ અવાજ આવે છે? તમને પણ શરીરમાં આ તકલીફ છે અને તમે આ વાતને ઇગ્નોર કરો છો તો તમારે સાવધાન થવાની જરૂર છે. હાડકાંમાંથી આવતો કટ-કટ અવાજ તમને અનેક બીમારીઓ તરફ ઇશારો કરે છે. આ વાતને મોટાભાગના લોકો નજરઅંદાજ કરતા હોય છે. હાડકાંમાંથી કટ-કટ અવાજ ક્યારેક આવે છે તો તમે આ વાતને ઇગ્નોર કરી શકો છો, પરંતુ દરરોજ આ ટાઇપનો અવાજ આવે છે તો તમારે એલર્ટ થવાની જરૂર છે.

તો આજે જાણી લો આ અવાજ પાછળ કયા કારણો જવાબદાર હોય છે.

આ બીમારી હોઇ શકે છે

માંસપેશિઓને નુકશાન

અનેક રિસર્ચમાં આ વાત જાણવા મળી છે કે માંસપેશિઓમાં ખેંચાણ થવાને કારણે હાડકાંમાંથી કટ-કટ અવાજ આવવા લાગે છે. આમ, તમારી માંસપેશિઓઓમાં સ્ટ્રેસ લેવલ વધારે છે તો આ સમસ્યામાં વધારો થઇ શકે છે.

કાર્ટિલેજને નુકસાન

વધતી ઉંમરની સાથે હાડકાંમાંથી કટ-કટ અવાજ આવવા લાગે છે. આ સ્થિતિમાં હાડકાં બીજા જોઇન્ટ્સ સાથે ટચ થાય ત્યારે કટ-કટ અવાજ આવે છએ.

સાંધામાં દુખાવો

જે લોકોને ગઠિયાની બીમારી છે એમના હાડકાંના જોઇન્ટ્સ ખરાબ થવા લાગે છે. ગઠિયા રોગ થવા પર કાર્ટિલેજ ખતમ થઇ જાય છે અને આ અવાજ આવવા લાગે છે. આ પરિસ્થિતમાં તમે સૌથી પહેલાં ડોક્ટરનો સંપર્ક કરો.

કેલ્શિયમની ઉણપ

તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ છે તો તમારે એલર્ટ થવાની જરૂર છે. શરીરમાં કેલ્શિયમની ઉણપ વધારે હોવાને કારણે હાડકાંમાંથી અવાજ આવવા લાગે છે. કેલ્શિયમની સાથે-સાથે આયરન અને વિટામીનની ઉણપ પણ હોઇ શકે છે. કેલ્શિયમની ઉણપને કારણે જોઇન્ટ્સમાં બબલ બનવા લાગે છે જેના કારણે ચાલવામાં એ ફાટવા લાગે છે. આમ, તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ છે તો તમે જલદી આ ઉણપને પૂરી કરો.

જાણો આ માટે શું કરશો

હાડકાંમાંથી સતત અવાજ આવે છે તો તમે સૌથી પહેલાં ફિઝિકલ ચેક અપ કરાવો.

દરરોજ એક્સેસાઇઝ અને ફિઝિકલ એક્ટિવિટી કરો.

સ્ટ્રેચિંગથી તમને આરામ મળે છે.

તણાવ ઓછો કરો.

મગજને શાંત રાખો.

ખૂબ પાણી પીઓ.

કેલ્શિયમ, વિટામીન સી અને આયરનથી ભરપૂર વસ્તુઓ ખાઓ.