આરોગ્ય@શરીર: જાણો શિયાળામાં સૌથી વધુ ખાવામાં આવતા આ શાકના નુકશાન

-ફ્લાવર ગંભીર એનાફિલસસ  ને ટ્રિગર કરી શકે છે
 
આરોગ્ય@શરીર: જાણો શિયાળામાં સૌથી વધુ ખાવામાં આવતા આ શાકના નુકશાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 ફ્લાવર આ ઋતુમાં સૌથી વધુ ખાવામાં આવતુ શાક છે. લોકો તેનાથી પરાઠા, શાક, પકોડા અને તમામ પ્રકારની વસ્તુઓ બનાવે છે અને ખાય છે. પરંતુ તેનુ વધુ પડતુ સેવન શરીરને કેટલી હદ સુધી લાભકારી છે. તે જાણવુ પણ જરૂરી છે. શિયાળાના હિસાબથી જોવા આવે તો આ શાકની તાસીર ગરમ છે અને તેમા અનેક પ્રકારના ન્યૂટ્રીએંટ્સ જોવા મળે છે.

આ શરીરને તમામ પ્રકારની બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે અને ઈમ્યુનિટી વધારે છે. પણ કેટલીક સ્થિતિમાં આનુ સેવન નુકશાનદાયક પણ હોઈ શકે છે. જેવુ કે એક સ્થિતિ છે હાઈ યૂરિક એસિડ. આવો જાણીએ વિસ્તારપૂર્વક.

શુ ફ્લાવરથી યૂરિક એસિડ વધે છે 

ફ્લાવરનુ સેવન યૂરિક એસિડની સમસ્યામાં નુકશાનદાયક હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ફ્લાવરમાં પ્યુરીન હોય છે અને આ શાકના વધુ પડતા સેવનથી તમારા શરીરમાં યૂરિક એસિડનુ નિર્માણ થઈ શકે છે. આનાથી આગળ ચાલીને કિડની-સ્ટોન અને ગાઉટ જેવી બીમારીઓ થઈ શકે છે. આ ઉપરાંત આ આપણી મેટાબોલિક ગતિવિધિઓને પણ પ્રભાવિત કરી શકે છે. જેનાથી પ્યુરિન મેટાબોલિજ્મ પ્રભાવિત થાય છે અને આ શરીરમાં વધે છે. તેથી જો તમે હાઈ યૂરિક એસિડના દર્દી છો તો આ શાક ખાવાથી બચો.

ફ્લાવર ખાવાના નુકશાન 

-ફ્લાવર ગંભીર એનાફિલસસ  ને ટ્રિગર કરી શકે છે જે કોઈ પદાર્થના પ્રતિ શારીરિક એલર્જીની પ્રતિક્રિયા છે.

- ફ્લાવરમાં રૈફિનોજ નામનુ શુગર હોય છે અને તેને તોડવુ મુશ્કેલ હોય છે. જેને કારણે ગૈસ્ટ્રિક સમસ્યાઓ થાય છે અને સોજો અને પેટ ફુલવુ જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકેછે.

-કોબીજ, હાઇપોથાઇરોડિઝમ અથવા તેના જેવી સ્થિતિથી પીડિત લોકોને શાકભાજીનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે. વાસ્તવમાં, તે થાઇરોઇડ હોર્મોનને અસર કરે છે.

તેથી, આ રીતે કોબીજ ખાવું તમારા માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. તેથી, વધુ માત્રામાં તેનું સેવન કરવાનું ટાળો. જો તમારું પેટ ઠીક નથી અથવા તમને હાઈ યુરિક એસિડની સમસ્યા છે તો તેનું સેવન બિલકુલ ટાળો.