આરોગ્ય@શરીર: આ 3 બિમારીઓમાં દવા કરતા વધારે અસરકારક શેરડીનો રસ છે, કયા લોકોને પીવો જોઈએ ?

આ લોકોએ પીવો જોઇએ શેરડીનો રસ
 
આ લોકોએ પીવો જોઇએ શેરડીનો રસ

અટલ સમાચાર ડોટ ક્પોમ, ડેસ્ક 

હાલના સમયમાં આરોગ્યની જાળવણી કરવી ખુબજ જરૂરી છે. નહીતો શરીરમાં કેટલાક રોગો પ્રવેશ કરી શકે છે. શેરડીના રસની સિઝન આવી ગઇ છે. બજારમાં પણ ઘણી બધી જગ્યાએ શેરડી તેમજ શેરડીનો રસ જોવા મળતો હોય છે. શેરડીનો રસ ગરમીમાં પીવાથી પેટમાં ઠંડક થાય છે. આ રસમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયરન અને મેગેંનીઝ જેવા અનેક ગુણોથી ભરપૂર હોય છે. આ એક એસિડિટ ગુણોથી ભરપૂર છે જે તમને અનેક બીમારીઓમાંથી બચાવવામાં મદદરૂપ છે.

આ સિવાય શેરડીનો જ્યૂસ પીવાથી શરીર ડિટોક્સીફાઇ કરવામાં મદદરૂપ છે. તો જાણો શેરડીનો રસ પીવાથી હેલ્થને થતા આ ગજબના ફાયદાઓ વિશે.

આ લોકોએ પીવો જોઇએ શેરડીનો રસ

યુટીઆઇની સમસ્યા


શેરડીનો રસ ડ્યુરેટિક ગુણોથી ભરપૂર હોય છે. આ સાથે શેરડીનો રસ એન્ટી બેક્ટેરિયલ હોય છે જે યુટીઆઇ ઇન્ફેક્શનનું લેવલ ઓછુ કરવામાં મદદરૂપ બને છે. આ બ્લેડરથી બેક્ટેરિયાને ફ્લશ આઉટ કરે છે અને શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે. આ પ્રકારે યુટીઆઇ ઇન્ફેક્શન લેવલને ઓછુ કરે છે. આ સાથે બોડીના પીએચ લેવલને સંતુલિત કરવામાં મદદ કરે છે.

ફેટી લિવર


શેરડીનો રસ લિવરના ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદ કરે છે. આ પિત્તને સંતુલિત રાખવામાં મદદ કરે છે જેના કારણે લિવરનું કામ કાજ તેજ થાય છે. આ સિવાય લિવરમાં જમા થયેલા ફેટને પીગાળવામાં મદદ કરે છે. આમ, તમને ફેટી લિવરની લગતી કોઇ પણ સમસ્યા છે તો તમે શેરડીનો રસ પીવાનું શરૂ કરી દો. ગરમીમાં શેરડીનો રસ તમને બજારમાંથી સરળતાથી મળી રહે છે.

હાઇ કોલેસ્ટ્રોલ


હાઇ કોલેસ્ટ્રોલમાં શેરડીનો રસ પીઓ છો તો તમને અનેક પ્રકારે ફાયદો થાય છે. આ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સના સ્તરને ઓછુ કરવામાં મદદ કરે છે. આ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછુ કરે છે અને ધમનીઓને સાફ કરે છે જેના કારણે બ્લડ સર્કુલેશનમાં તેજી આવે છે. આ પ્રકારે હાઇ કોલેસ્ટ્રોલમાં શેરડીનો રસ પીવાથી અઢળક ફાયદાઓ થાય છે.

આમ, ગરમીમાં તમે શેરડીનો રસ પીઓ છો તો હેલ્થને આ સિવાય પણ ગજબના ફાયદાઓ થાય છે. શેરડીનો રસ તમે બાળકોને પણ ગરમીમાં પીવડાવી શકો છો. પરંતુ તમને ડાયાબિટીસ છે તો તમારે એક વાર એક્સપર્ટની સલાહ લઇને પછી શેરડીનો રસ પીવો.

નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે.