આરોગ્ય@શરીર: દહીં પૌષ્ટિક ગુણોથી ભરપૂર હોય છે, જાણો ખાવાના ફાયદા

દહીં ખાવાથી બીજી અનેક બીમારીઓથી તમે બચી શકો
 
આરોગ્ય@શરીર: દહીં પૌષ્ટિક ગુણોથી ભરપૂર હોય છે, જાણો ખાવાના ફાયદા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દહીં પૌષ્ટિક ગુણોથી ભરપૂર હોય છે. દહીં ખાવાથી હેલ્થને એક નહીં, પરંતુ બીજા અનેક ઘણાં ફાયદાઓ થાય છે. તમને જાણીને નવાઇ લાગશે કે દહીં સ્કિન અને વાળ માટે પણ ગુણકારી સાબિત થાય છે. દહીંમાં કેલ્શિયમ, વિટામીન બી12, વિટામીન બી6, રાઇબોફ્લેવિન અને પ્રોટીન જેવા અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. દહીં ખાવાથી બીજી અનેક બીમારીઓથી તમે બચી શકો છો.

દહીં ખાવાથી અપચો અને કબજિયાત જેવી સમસ્યા દૂર થાય છે. પરંતુ આજે તમને જણાવી દઇએ કે દહીં ખાવાની પણ એક સાચી રીત અને સમય હોય છે. તમે ખોટા સમયે અને ખોટી રીતે દહીંનું સેવન કરો છો તો હેલ્થને નુકસાન થઇ શકે છે. તો જાણો દહીં ખાવાનો સાચો સમય અને રીત. દહીંની તાસીર ઠંડી હોય છે. આ માટે એક્સપર્ટ ખાસ કરીને બપોરે દહીં ખાવાની સલાહ આપે છે. બપોરે તમે રેગ્યુલર દહીં ખાઓ છો તો પાચન તંત્ર મજબૂત રહે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર તમે બપોરના સમયે એક કપ દહીં ખાઓ છો તો વાળ સિલ્કી થાય છે અને સાથે કબજિયાતની સમસ્યા દૂર થાય છે, પરંતુ એક કપ દહીં તમારે ઠંડીની સિઝનમાં ખાવાનું નથી.

ઠંડીમાં દહીં ખાવાથી શરદી, ખાંસી જેવી સમસ્યા થઇ શકે છે. આ સિવાય બને એમ ઘરનું તાજુ દહીં ખાઓ. ઠંડીમાં ફ્રિજમાં મુકેલુ દહીં ખાશો નહીં. આ દહીં ખાવાથી હેલ્થ સમસ્યાઓ વધી શકે છે. જૂનું અને ખાટું દહીં ખાવાથી ગેસ, પીત્તથી લઇને બીજી બીમારીઓ થવાના ચાન્સિસ વધી જાય છે.

દહીં ક્યારેય પણ કોઇ વ્યક્તિએ રાત્રીના સમયે ખાવુ જોઇએ નહીં. દહીં ખાવાનો સૌથી બેસ્ટ ટાઇમ બપોરનો છે. આ સાથે ક્યારેય પણ દહીંમાં મીઠું, દૂધ, માછલી તેમજ ઘી નાખીને ખાશો નહીં.

 દહીં ખાવાના ફાયદા

  • દહીં ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમ બુસ્ટ થાય છે.
  • રેગ્યુલર દહીં ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે.
  • દહીં ખાવાથી કબજિયાતની તકલીફમાંથી છૂટકારો મળી જાય છે.
  • દહીં ખાવાથી હાર્ટ હેલ્ધી રહે છે.

સુચના : આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે.