આરોગ્ય@શરીર: ડાયાબિટીસ એક ગંભીર અને ખતરનાક રોગ, જાણો કઈ વસ્તુ ખવાથી થાય છે ?

ખાંડ અથવા રિફાઇન્ડ સુગરથી બનેલી વસ્તુ
 
અટલ સમાચાર ડોટ કોમ ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ડાયાબિટીસ એક ગંભીર અને ખતરનાક રોગ છે. આ રોગ વિશે ઘણી વાર એક વાત કહેવામાં આવે છે કે આ એક લાઈફ સ્ટાઈલ સાથે જોડાયેલો રોગ છે. જો તેને સમય રહેતા કંટ્રોલ ન કરવામાં આવે તો તે ગંભીર રુપ પણ લઈ શકે છે. આ બીમારી સાથે જોડાયેલા આપણાં મગજમાં ઘણાં મીથ પણ છે કે તે ફક્ત મીઠાઈ અથવા ખાંડ વાળી વસ્તુ ખાવાથી જ થાય છે. તમારી જાણકારી માટે જણાવી દઈએકે આ બીમારી એ પ્રકારના ખોરાકથી પણ વધી શકે છે જે ખાવામાં જરા પણ ગળી નથી.

ચાલો જાણીએ કે, કઈ એવી ફૂડ આઈટમ છે જે સ્વાસ્થ્યના હિસાબે હેલ્ધી છે પરંતુ ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે.

ડાયાબિટીસનું સૌથી મોટું કારણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે. જ્યારે હોર્મોન ઇન્સ્યુલિન શરીરમાં બ્લડ સુગરના સ્તરને યોગ્ય રીતે નિયંત્રિત કરવામાં સક્ષમ નથી અથવા ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતા કોષો યોગ્ય રીતે કામ કરી શકતા નથી. તેથી તે બ્લડ સુગર લેવલ, ડાયાબિટીસ અને સ્થૂળતા વધારે છે. વધુ પડતું ધૂમ્રપાન, આલ્કોહોલ અને ખરાબ જીવનશૈલીના કારણે પણ ડાયાબિટીસ થઈ શકે છે.

ખાંડ અથવા રિફાઇન્ડ સુગરથી બનેલી વસ્તુઓને પણ ડાયાબિટીસનું કારણ પણ કહેવામાં આવે છે. તમને સૌથી વધુ નવાઈ લાગશે કે જે વસ્તુઓને આપણે હેલ્ધી માનીએ છીએ તે પણ ડાયાબિટીસનું કારણ બની શકે છે. જો તમે ડાયાબિટીસ જેવી ખતરનાક બીમારીઓથી બચવા માંગતા હોવ તો તમારે તમારા બ્લડ સુગર લેવલને કંટ્રોલ રાખવું પડશે.

વધું પડતું પ્રોટીન ખાવું

પ્રોટીન શરીરના સ્નાયુઓ માટે જરૂરી છે, પરંતુ તે કાર્બ્સને તોડવા માટે એટલું સહાયક નથી. ડાયાબિટીઝના દર્દીને પ્રોટીન થોડું સંભાળીને ખાવું જોઈએ. કારણકે, વધુ પડતું પ્રોટીન ફેટ અને કાર્બોહાઈડ્રેટને વધારે છે. પ્રોટીનવાળી વસ્તુમાં પણ ફેટની માત્રા ખૂબ જ વધારે હોય છે. જેના કારણે વજન વધે છે.

ફ્રૂટ જ્યુસ

ફળોનો રસ ખૂબ જ આરોગ્યપ્રદ માનવામાં આવે છે પરંતુ તે તમારા લોહીમાં સુગર લેવલ પણ વધારી શકે છે. ફળોના રસમાં પુષ્કળ પ્રમાણમાં ફ્રુક્ટોઝ હોય છે. ફ્રુક્ટોઝ ઈન્સુલિન રેસિસ્ટેન્સ, મેદસ્વિતા અને હ્રદય રોગ સાથે જોડાયેલું છે.

ડ્રાય ફ્રૂટ્સ

ફળ વિટામિન સી અને પોટેશિયનથી ભરપૂર હોય છે. સાથે જ મિનરલ્સનો ખૂબ જ મોટો સોર્સ છે. પરંતુ, જ્યારે ફળ સુકાઈ જાય છે તો તેમાં પાણીની કમી થઈ જાય છે અને પોષક તત્વની માત્રા વધારે. જેના કારણે તેનું સુગર લેવલ વધી જાય છે.

ડેરી પ્રોડક્ટ

ડેરી પ્રોડક્ટમાં કેલ્શિયમ અને વિટામિન ઘણી માત્રામાં હોય છે. પરંતુ, તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તેમાં લેક્ટોઝ નામના સુગર પણ હોય છે. તેથી, તમારે કાર્બ્સવાળી વસ્તુઓ સમજી-વિચારીને ખાવી જોઈએ. હાઈ ફેટવાળી ડેરી કોલેસ્ટ્રોલ વધારે છે.

નોધ: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. તેનો ઉપયોગ કરતાં પહેલા ડૉક્ટરની સલાહ લો.