આરોગ્ય@ગુજરાત: શરીરમાં આ વિટામિન્સની ઉણપના કારણે વાળ વધુ ખરતા હોય

વિટામિન ડીની ઉણપ
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મોટાભાગના લોકોને લાગે છે કે, વાળ ખરવા માત્ર એક કોસ્મેટિક છે. પર શું તમે જાણો છો કે, શરીરની અંદર રહેલી સમસ્યાઓને કારણે પણ વાળ કમજોર પડી જાય છે. રિપોર્ટ મુજબ હેરફોલનું એક કારણ એ પણ છે શરીરમાં રહેલા વિટામિન્સની ઉણપ, ખુબ ઓછા લોકો ધ્યાન આપે છે કે, તેના શરીરમાં વિટામિનની ઉણપ વાળનું દુશ્મન છે. ઝડપથી ખરતા વાળની ટ્રીટમેન્ટ કરવા માટે હેર ગ્રોથ સ્પલીમેન્ટસ શેમ્પુ અને કંડીશનરનો ઉપયોગ કરે છે.

તમને જણાવી દઈએ કે, ક્યાં ક્યાં વિટામિનની ઉણપના કારણે વાળ કમજોર અને નબળા પડી જાય છે. સાથે જાણો કઈ રીતે વાળની સાર સંભાળ રાખી શકો છો. એક્સપર્ટ મુજબ આ વિટામિન ડીની ઉણપના કારણે વાળ સરળતાથી તૂટી જાય છે તેમજ વાળનો ગ્રોથ પણ ઓછો થઈ જાય છે. શરીરમાં વિટામિન ડીની ઉણપ હોય તો ડેરી પ્રોડક્ટ તેમજ વિટામિન ડી વાળા ફુડ્સ ખાવા જોઈએ, તે તમારા સ્વાસ્થ માટે ફાયદાકારક છે.

શું તમે જાણો છો કે, વિટામિનએની ઉણપના કારણે પણ વાળમાં ખોળો તમેજ વાળ બરછટ થઈ જાય છે. જો તમે વિટામિન એથી ભરપુર સંતરા કે પછી બટાટા, ગાજર, શિમલા મિર્ચનું સેવન કરીને વિટામિન ઈન્ટેક વધારી શકો છો.

વાળમાં ફેરફાર જોવા મળે તો તે તમારા શરીરમાં વિટામિન Eની ઉણપ છે. વિટામિન ઇ કેપ્સ્યુલનો ઉપયોગ સુંદરતા માટે સંભાળમાં પણ થાય છે. જો કે, તમે સૂર્યમુખીના બીજ, પાલક, બદામ, એવોકાડો અને અન્ય ફુડ દ્વારા શરીરમાં વિટામિન ઇનું સ્તર વધારી શકો છો.

આ કારણે વાળ ખરવા લાગે છે

આ આપણી બોડી માટે સૌથી જરુરી વિટામિન છે જો તેનું લેવલ ધટાડી નાંખીએ તો શરીરમાં ઈમ્યુનિટી ઓછી થઈ જાય છે, તેમજ સ્કિનમાં ડાર્ક સર્કલ તેમજ વાળ ખરવા લાગે છે. વિટામિન સીની ઉણપના કારણે વાળ ડ્રાય થઈ જાય છે. જેના માટે બ્રોકલી, શિમલા મિર્ચ, ખાંટ્ટા ફળો અને સ્ટ્રોબરીનું સેવન કરીને વિટામિન સીની ઉણપ દુર કરી શકો છો.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.