આરોગ્ય@શરીર: આ હેર ગ્રોથ ટોનિક ડુંગળીના રસ કરતા પણ વધારે અસરકારક,વાળને લગતી A TO Z સમસ્યાઓને દૂર

 ડુંગળીના ફોતરામાંથી હેર ગ્રોથ ટોનિક બનાવવાનો વિડીયો શેર કર્યો 
 
આરોગ્ય@શરીર: આ હેર ગ્રોથ ટોનિક ડુંગળીના રસ કરતા પણ વધારે અસરકારક,વાળને લગતી A TO Z સમસ્યાઓને દૂર 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

લોકો ડુંગળીના ફોતરાને બેકાર સમજીને ફેંકી દેતા હોય છે. ડુંગળીના ફોતરા તમે પણ ફેંકી દો છો તો હવેથી આ ભૂલ કરતા નહીં. ડુંગળીના ફોતરામાંથી તમે મસ્ત હેર ગ્રોથ ટોનિક બનાવી શકો છો. આ હેર ગ્રોથ ટોનિક ડુંગળીના રસ કરતા પણ વધારે અસરકારક હોય છે. ડુંગળીના ફોતરામાં વિટામીન એ, સી અને ઇ હોય છે જે તમારા વાળમાં અનેક પ્રકારે પોષણ પૂરું પાડવાનું કામ કરે છે.

ઇન્સ્ટાગ્રામ પર Beauty kodose એકાઉન્ટ દ્રારા ડુંગળીના ફોતરામાંથી હેર ગ્રોથ ટોનિક બનાવવાનો વિડીયો શેર કર્યો છે. તો તમે પણ આ વિડીયો જોઇને ઘરે ફટાફટ ડુંગળીના ફોતરામાંથી અસરકારક હેર ગ્રોથ ટોનિક બનાવો.

ડુંગળીના ફોતરામાંથી હેર ગ્રોથ ટોનિક બનાવો

ડુંગળીના ફોતરામાંથી હેર ગ્રોથ ટોનિક બનાવવા માટે સૌ પ્રથમ ડુંગળીના ફોતરાને એક બાઉલમાં લઇ લો. બે ચમચી મેથી લો. આ મેથીમાં એક ગ્લાસ પાણી નાખો. આ પાણી ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી રંગ બદલાઇ ના જાય. ડુંગળી અને મેથીનું આ પાણી ઠંડુ થવા દો. આ પાણી ગાળીને એક બોટલમાં ભરી લો. ત્યારબાદ કોટનની મદદથી વાળના મૂળમાં એપ્લાય કરો. બેથી ત્રણ કલાક પછી હેર વોશ કરી લો.