આરોગ્ય@ગુજરાત: વિકાસ યોગ્ય છે કેવી રીતે જાણી શકાય? 2 વર્ષ સુધી ખાંડ-મીઠું ન આપો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દરેક માતા-પિતાને એક જ સવાલ હોય છે - મારું બાળક બરાબર વિકાસ પામી રહ્યું છે?ડોક્ટરોનું કહેવું છે કે બાળકનો વિકાસ ફક્ત વજનથી ન મપાય. તે હસે છે? અવાજ પર પ્રતિક્રિયા આપે છે? બેસે છે? ઊભું થાય છે? ચાલે છે? બોલે છે? આ બધું જ વિકાસનો ભાગ છે.
*2 વર્ષ સુધી ખાંડ-મીઠું કેમ નહીં?*
*1. કિડની હજુ નબળી હોય છે:*
બાળકની કિડની હજુ પૂરી વિકસી નથી. વધારે મીઠું શરીરમાંથી કાઢી શકતી નથી. માતાના દૂધ અને કુદરતી ખોરાકમાંથી જ પૂરતું સોડિયમ મળી જાય છે.
*2. સ્વાદ બગડી જાય છે:*
શરૂઆતમાં જ ગળ્યું-ખારું આપી દો તો બાળકને સાદી દાળ-ભાત-શાકભાજી ફિક્કી લાગશે. પછી તે ફળ-શાક ખાવાની ના પાડશે.
*3. ભવિષ્યનો ખતરો:*
શરૂઆતના 1000 દિવસમાં ઓછી ખાંડ હોય તો ડાયાબિટીસનું જોખમ 35% ઓછું, હાઈ બીપીનું 20% ઓછું અને સ્થૂળતાનું 30% ઓછું થાય છે.
*ગોળ, મધ પણ ખાંડ જ છે:*
ગોળમાં થોડું આયર્ન વધારે હોય એ સાચું, પણ શરીર માટે એ ખાંડ જ છે. મધ તો 1 વર્ષ સુધી બિલકુલ ન આપવું - બોટ્યુલિઝમનો ખતરો રહે છે.
*શું આપવું? હેલ્ધી ફૂડ લિસ્ટ*
*0-6 મહિના:* ફક્ત માતાનું દૂધ
*6 મહિના પછી:* દાળ-ભાત, ખીચડી, રાગી, મગની દાળ
*ફળો:* કેળું, સફરજન, ચીકુ, કેરી - કુદરતી ગળપણ ચાલશે
*શાકભાજી:* ગાજર, બટાકા, દૂધી, પાલક, બ્રોકોલી
*દૂધ-દહીં:* 1 વર્ષ પછી થોડું ગાયનું દૂધ, દહીં
*શું ન આપવું?*
ચોકલેટ, કેક, બિસ્કિટ, પેકેજ્ડ જ્યુસ, ચિપ્સ, પાપડ, અથાણું, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, હેલ્થ ડ્રિન્ક્સ
*વિકાસ યોગ્ય છે? આ સંકેતો જુઓ:*
વજન-ઊંચાઈ વધે છે, સમયસર બેસે-ચાલે-બોલે છે, આંખ મિલાવીને હસે છે, ભૂખ લાગે છે અને ઊંઘ બરાબર આવે છે.
જો આમાં કોઈ વિલંબ લાગે તો તરત બાળરોગ નિષ્ણાતને બતાવો. આ માહિતી સામાન્ય જાણકારી માટે છે, ડોક્ટરની સલાહ જ અંતિમ ગણવી.

