આરોગ્ય@ગુજરાત: ઉનાળાની ઋતુમાં ઘણાં લોકોને વારંવાર ફૂડ પોઈઝનિંગની સમસ્યાનો સામનો કરવો પડે છે,તેનાથી બચવા માટે આ ઉપાયો અનુસરો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જો તેની યોગ્ય સારવાર ન કરવામાં આવે તો આ રોગ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. ફૂડ પોઇઝનિંગ એ એક સામાન્ય સમસ્યા છે જેના કારણે લોકો પેટમાં દુખાવો, ઝાડા અને ઉલ્ટી જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે. ફૂડ પોઇઝનિંગથી બચવાના કેટલાંક ઉપાયો પણ હોય છે.
ફૂડ પોઇઝનિંગના લક્ષણો
-પેટમાં દુખાવો
-ઉબકા
-કપાળ પર ખુબ પરસેવો આવવો
-ઝાડા
-ઉલ્ટી
-પેટનું ફૂલવું
ફૂડ પોઇઝનિંગથી બચાવના ઉપાયો
1. હાથ અને કિચન કાઉન્ટરને સાફ રાખો
રસોડું સામાન્ય રીતે જંતુઓ માટે સંવર્ધન સ્થળ હોય છે અને તેઓ રસોડાની આસપાસ પેદા થાય છે. સૂક્ષ્મજંતુઓના સંવર્ધનના કેટલાક સ્થળોમાં તમારા હાથ, કટીંગ બોર્ડ, કાઉન્ટરટોપ્સ અને વાસણોનો સમાવેશ થાય છે. રસોઈ બનાવતી વખતે સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. રસોઈ બનાવતા પહેલા તમારા હાથને સારી રીતે ધોઈ લો અને ભોજન બનાવતા પહેલા, દરમિયાન અને પછી રસોડાના કાઉન્ટરને સાફ કરવો જોઈએ.
2. જાતે ભોજન બનાવવું જોઈએ
ફૂડ પોઇઝનિંગને ટાળવા માટે ખોરાકને યોગ્ય રીતે રાંધવા જરૂરી છે. તેથી ખોરાકને સારા તાપમાને તૈયાર કરવાથી હાનિકારક બેક્ટેરિયાનું નાશ થઇ જાય છે. રસોઈ માટે થર્મોમીટરનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે.
3. વધી ગયેલા ખોરાકને રેફ્રિજરેટરમાં મુકવું
એકવાર રસોઈ અને જમવાનું પૂર્ણ થયા બાદ વધી ગયેલા ભોજનને 40 ડિગ્રી ફેરનહીટ અથવા તેનાથી નીચે રેફ્રિજરેટરમાં રાખવું જોઈએ. રાંધવાના 2 કલાકની અંદર બચેલા ખોરાકને રેફ્રિજરેટરમાં મુકવાની સલાહ આપવામાં આવે છે.
4. એક્સપાયરી ડેટ ચેક કરવી
ખાદ્યપદાર્થો ખરીદતી વખતે તેની એક્સપાયરી ડેટ ચેક કરવી ખુબ જરૂરી છે. કોઈપણ પ્રકારનો સમય સમાપ્ત થઈ ગયેલો ખોરાક જે રાંધવા કે ખાવામાં આવે છે તે સ્વસ્થ વ્યક્તિને પણ સરળતાથી બીમાર કરી શકે છે.
5. ફળો અને શાકભાજીને ધોયા પછી ફ્રિજમાં મુકવા
ફળો અને શાકભાજી ખરીદ્યા પછી તેમને હંમેશા ધોઈને ઉપયોગમાં લેવા જોઈએ. જો તમે તેને ફ્રિજમાં રાખતા હોવ તો પણ આ વસ્તુઓને ધોયા અને લૂછ્યા પછી રાખવા જોઈએ. ફળો અને શાકભાજીને ધોવાથી સપાટી પરથી તમામ હાનિકારક બેક્ટેરિયા દૂર થાય છે. દૂધની થેલી અને દહીંના પેકેટના ફોઈલને પણ ધોઈને ફ્રીજમાં રાખવા જોઈએ.