આરોગ્ય@શરીર: આ ફળ શરીરને અતુટ શક્તિ આપશે, દવા કરતાં પણ છે વધુ શક્તિશાળી

સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
 
આરોગ્ય@શરીર: આ ફળ શરીરને અતુટ શક્તિ આપશે, દવા કરતાં પણ છે વધુ શક્તિશાળી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શિયાળાની શરૂઆતમાં સીતાફળ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ફળમાં ઘણા પોષક તત્વો હોય છે, જે ઘણી બીમારીઓથી બચાવે છે. આ ફળ હૃદય અને મગજ માટે અત્યંત લાભદાયી માનવામાં આવે છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા ઉપરાંત તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

સીતાફળમાં વિટામિન સી, મેગ્નેશિયમ, વિટામિન બી6 અને આયર્ન સહિત ઘણા પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

એક રિપોર્ટ અનુસાર, આ ફળ એન્ટિ-ઓક્સિડેન્ટથી ભરપૂર છે અને તે હૃદય રોગ સામે રક્ષણ આપવામાં મદદગાર સાબિત થઈ શકે છે. સીતાફળમાં હાજર વિટામિન સી હૃદય અને ડાયાબિટીસ માટે ખૂબ જ ફાયદાકારક છે.

બ્લડ પ્રેશરના દર્દીઓ માટે સીતાફળ રામબાણ સાબિત થઈ શકે છે. સીતાફળમાં હાજર પોટેશિયમ અને મેગ્નેશિયમ રક્તવાહિનીઓને આરામ આપે છે. આ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. આટલું જ નહીં આ ફળ પાચનતંત્રને વેગ આપે છે. સીતાફળમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. તેથી કબજિયાત અને ડાયેરિયા જેવી સમસ્યા દૂર થઈ શકે છે.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે સીતાફળનું સેવન કરવું જોઈએ. સીતાફળ વિટામિન સીનો ખૂબ જ સારો સ્ત્રોત છે. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારીને રોગો સામે રક્ષણ આપવામાં મદદરૂપ છે. ખાસ કરીને બદલાતા હવામાનમાં લોકોને બીમારીઓનું જોખમ વધુ રહે છે. આ ઋતુમાં સીતાફળ ખાવાથી તમને બીમારીઓથી બચાવશે અને તમારા શરીરને મજબૂત બનાવશે.

સીતાફળ વિટામિન B6 (પાયરિડોક્સિન)નો ઉત્તમ સ્ત્રોત છે. વિટામિન B6 સેરોટોનિન અને ડોપામાઇન સહિત ન્યુરોટ્રાન્સમીટરના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે તમારા મૂડને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ વિટામિનની ઉણપ મૂડ ડિસઓર્ડરનું કારણ બની શકે છે. આ ફળ મગજને મજબૂત કરી શકે છે અને મૂડ સુધારી શકે છે.

સીતાફળમાં ઘણા શક્તિશાળી એન્ટિ-ઑક્સિડન્ટો મળી આવે છે, જે આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ઘણા અભ્યાસોએ જણાવ્યું છે કે સારી માત્રામાં લ્યુટીન એન્ટિઑકિસડન્ટ લેવાથી આંખની દ્રષ્ટિ સુધારી શકાય છે અને વય-સંબંધિત મેક્યુલર ડિજનરેશનનું જોખમ ઘટાડી શકાય છે. લ્યુટીન આંખની ઘણી સમસ્યાઓથી રાહત આપે છે.

નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.