આરોગ્ય@શરીર: આ છોડ ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે, કેટલીક બીમારીઓનો રામબાણ ઇલાજ

પારિજાત, હરશિંગાર, હરસિંગાર, હશ્રૃંગાર, શ્રૃંગાર વગેરે નામો
 
આરોગ્ય@શરીર: આ દુર્લભ ઔષધિ, પાંદડામાં એન્ટિબાયોટિક ગુણ,કેટલીક બીમારીઓનો રામબાણ ઇલાજ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આ છોડ ધાર્મિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્વ ધરાવે છે. તેને ઘણાં નામોથી ઓળખવામાં આવે છે. તે પારિજાત, હરશિંગાર, હરસિંગાર, હશ્રૃંગાર, શ્રૃંગાર વગેરે નામોથી ઓળખાય છે. અંગ્રેજીમાં તેને Night Jasmine કહે છે. ધાર્મિકતા ઉપરાંત આ છોડ ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે. પારિજાત સાંધાના દુખાવા અને સાયટિકામાં તાત્કાલિક રાહત આપી શકે છે.

એવું માનવામાં આવે છે કે, ભગવાન કૃષ્ણ આ છોડને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હતા. શાસ્ત્રોમાં પારિજાતને કલ્પવૃક્ષ પણ કહેવામાં આવ્યું છે.

બીજી માન્યતા એવી છે કે, પારિજાતનો ઉદ્ભવ સમુદ્ર મંથનમાંથી થયો હતો. એવું માનવામાં આવે છે કે, જે ઘરમાં પારિજાતનો છોડ લગાવવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્‍મી હંમેશા વાસ કરે છે. વૈજ્ઞાનિક રીતે પારિજાતને એન્ટીઑકિસડન્ટો, બળતરા વિરોધી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી સમૃદ્ધ છે.

પારિજાતના ગુણ

આયુર્વેદિક નિષ્ણાત ડૉ. દીક્ષા ભાવસારે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, પારિજાતને રાતની રાણી પણ કહેવામાં આવે છે. કારણ કે તે માત્ર રાત્રે જ ખીલે છે અને સવારે તેની નીચે પારિજાતના ફૂલોની ચાદર બની જાય છે. પારિજાતમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ, એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે. આ સંદર્ભમાં પારિજાતનાં પાંદડા ઘણાં રોગોમાં દેવદૂત સમાન છે. જૂનો તાવ, સંધિવા, સાંધાનો દુખાવો, સાયટીકા અને ડાયાબિટીસમાં તે ખૂબ જ ફાયદાકારક છે.

ફાયદા

  • સાંધાના દુખાવામાં - ડૉ. દીક્ષા ભાવસાર કહે છે કે, જો તમે સાંધાના દુખાવાથી પરેશાન છો તો પારિજાતની છાલ, ફૂલ અને પાંદડા લો. તેની માત્રા લગભગ 5 ગ્રામ હોવી જોઈએ. તેને 200 ગ્રામ પાણીમાં ઉકાળો. જ્યારે ચોથા ભાગનું પાણી ઉકળી જાય ત્યારે તેને ગાળીને ઠંડુ કરી પી લો. સાંધાના દુખાવામાં તમને તાત્કાલિક રાહત મળશે.
  • ક્રોનિક તાવ - જો કોઈને ક્રોનિક તાવ હોય. એટલે કે મહિનાઓ અને વર્ષો સુધી સતત તાવ આવતો હોય તો પારિજાતની છાલ 3 ગ્રામ અને તેના 2 ગ્રામ પાનને પાણીમાં ઉકાળો. તેમાં 2-3 તુલસીના પાન પણ નાંખો. હવે તેને ઠંડુ કરીને પી લો. જો તમે તેને દિવસમાં બે વાર થોડા દિવસો સુધી પીશો તો જૂનો તાવ પણ ઉતરી જશે.

  • ડાયાબિટીસ- તેના પાંદડામાં ડાયાબિટીસ વિરોધી ગુણો હોય છે. આ માટે પાનને પીસીને પાણીમાં થોડું ગરમ ​​કરીને સવારે પી લો. બ્લડ શુગરને ઘણી હદ સુધી કંટ્રોલ કરશે.
  • સાયટિકામાં - 3-4 પાંદડા પીસીને પાણીમાં ઉકાળો અને પછી તેને ઠંડુ કરીને ખાલી પેટે પીવો. તમને જૂના સાયટિકા રોગમાંથી રાહત મળશે.
  • આ ઋતુમાં શરદી અને ઉધરસ માટે પારિજાત ખૂબ જ ઉપયોગી છે. શિયાળાના દિવસોમાં તમે પારિજાતના પાનમાંથી ચા બનાવીને પણ પી શકો છો. જો તમને સખત શરદી અને ઉધરસ હોય તો પારિજાતના પાનને પીસીને પાણી સાથે ગરમ કરો. થોડું આદુ પીસીને તેમાં ઉમેરો. તેને મધ સાથે ખાઓ. જૂની શરદી પણ મટી જશે.