આરોગ્ય@શરીર: ચહેરા પર ખીલ અને કાળા ડાઘ છે? આ આર્યુવેદિક પેસ્ટ છે 100 ટકા અસરકારક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આ પેસ્ટ દરેક સ્કિન ટોનના લોકો લગાવી શકો છો. આ પેસ્ટની સૌથી મોટી ખાસિયત છે કે બે મિનિટમાં બની જાય છે. તો જાણો ઘરે કેવી રીતે આર્યુવેદિક પેસ્ટ બનાવશો.
આર્યુવેદિક પેસ્ટ બનાવો
પાંચથી છ કેસરના તાંતણા
એક ચમચી એલોવેરા જેલ
બે ચમચી મલાઇ
ત્રણ ચમચી ચંદનનો પાવડર
જરૂર મુજબ ગુલાબ જળ
જાણો કેવી રીતે બનાવશો
આ આર્યુવેદિક પેસ્ટ તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. આ પેસ્ટ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લો અને એમાં ગુલાબ જળ સિવાય ઉપર જણાવ્યા મુજબની બધી સામગ્રીઓ લઇ લો. ત્યારબાદ જરૂર મુજબ ગુલાબ જળ લઇને મિક્સ કરી લો. તમને પેસ્ટ ઘટ્ટ લાગે છે તો તમે ગુલાબ જળ એડ કરીને પેસ્ટને સ્મૂધ બનાવી શકો છો. તો તૈયાર છે આર્યુવેદિક પેસ્ટ.
આ રીતે ફેસ પર લગાવો
આ પેસ્ટ ફેસ પર લગાવવા માટે સૌ પ્રથમ મોં પાણીથી ધોઇ લો. ત્યારબાદ આ પેસ્ટ લગાવો અને અડધો કલાક માટે ચહેરા પર રહેવા દો. પછી પાણીથી મોં ધોઇ લો. ખાસ ધ્યાન રાખો કે આ સમયે ફેસ વોશ તેમજ સાબુનો ઉપયોગ કરવાનો નથી. નોર્મલ પાણીથી મોં ધોવાનું છે.
આ આર્યુવેદિક પેસ્ટ તમે દરરોજ ફેસ પર લગાવી શકો છો. આ આર્યુવેદિક પેસ્ટ તમે ફેસ પર ડેઇલી લગાવો છો તો ખીલ અને કાળા ડાઘ જેવી અનેક સમસ્યાઓ દૂર થઇ જાય છે. આ પેસ્ટથી ફેસ પર નેચરલ ગ્લો પણ આવે છે. તમારી સ્કિન ઓઇલી છે તો તમારા માટે આ પેસ્ટ સાબિત થાય છે.
સુચના: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે.