રિપોર્ટ@ગુજરાત: વેરાવળમાં મસ્જિદ, દરગાહ, કબ્રસ્તાનના ડિમોલિશન અંગે હાઇકોર્ટમાં સુનાવણી
અરજદારની છેલ્લે જે છે તે સ્થિતિ જાળવવાની માગ હાઇકોર્ટે નકારી, સોમનાથ ટ્રસ્ટને જમીન આપવાની પ્રક્રિયા આગળ વધશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાઈકોર્ટમાં કેટલાક મામલે સુનાવણી હાથ ધરવામાં આવતી હોય છે. વેરાવળમાં મસ્જિદ, દરગાહ, કબ્રસ્તાનના ડિમોલિશનનો મામલો ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો હતો. જેમાં ઓલિયા એ દીન કમિટી દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેના પર આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં અરજદારે છેલ્લે જે છે તે સ્થિતિ જાળવવાની વાત કરી હતી.
એટલે આગળની કાર્યવાહી થઈ શકે નહીં. જો કે, કોર્ટે અરજદારની આ માગ નકારી છે. જે તેમની પ્રથમ માગ હતી. અત્યારે વેરાવળમાં સરકારે ડિમોલિશન કરી, જમીનનો કબજો લઈ લીધો છે, ફેન્સિંગ ચાલુ છે. બાદમાં આ જમીન સોમનાથ ટ્રસ્ટને આપવાની વાત છે.
આ બધી પ્રક્રિયાઓ આગળ વધશે. તેમની મુખ્ય માગ એવી છે કે, કાયદાને ફોલો કર્યા વગર ડિમોલિશન કરવામાં આવ્યું છે. જેમાં કોર્ટે ઓથોરિટીને નોટિસ આપી છે. જો એ સાબિત થાય કે કાયદાના પાલન વગર ડિમોલિશન કરાયું છે તો કોર્ટ રિસ્ટોરેશનનો આદેશ આપી શકે. તો જમીન પાછી આપવી પડે.