આરોગ્ય@શરીર: ભીંડાનું સેવન કરવાથી હૃદયની બીમારીઓ દૂર રહેશે, જાણો તેના અનેક ફાયદાઓ

મગજના સ્વાસ્થ્યને ફાયદો કરે છે.
 
આરોગ્ય@શરીર: ભીંડાનું સેવન કરવાથી હૃદયની બીમારીઓ દૂર રહેશે, જાણો તેના અનેક ફાયદાઓ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે તે કોઈનાથી છુપાયેલ નથી. દરેક ઋતુમાં વધુને વધુ લીલા શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. આ ઋતુમાં આવા ઘણા શાકભાજી છે જે સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્યથી પણ ભરપૂર છે અને તેમાંથી એક છે ભીંડ. ભીંડા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ભીંડામાં વિટામિન, મિનરલ્સ, ફ્લોરિન અને કેલ્શિયમ સહિત ઘણા પોષક તત્વો મળી આવે છે, જે શરીરને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે.

ભીંડામાં જોવા મળતા તત્વો ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

ભીંડાને પોષક તત્વોનો ખજાનો ગણી શકાય છે. હેલ્થલાઈન રિપોર્ટ અનુસાર, ભીંડા વિટામિન સી અને વિટામિન K1નો ખૂબ સારો સ્ત્રોત છે. વિટામિન સી પાણીમાં દ્રાવ્ય પોષક તત્વ છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જ્યારે વિટામિન K1 ચરબીમાં દ્રાવ્ય વિટામિન છે, જે તમારૂ લોહી ગંઠાઈ જતી સમસ્યા દૂર કરવા માટે મદદ કરે છે.

ભીંડામાં ઓછી કેલરી અને કાર્બોહાઇડ્રેટ હોય છે અને તેમાં કેટલાક પ્રોટીન અને ફાઈબર પણ હોય છે. ઘણા ફળો અને શાકભાજીમાં પ્રોટીનની ઉણપ હોય છે, પરંતુ આ વસ્તુ ભીંડામાં જોવા મળે છે. આ કારણે ભીંડાને અનન્ય માનવામાં આવે છે. પૂરતા પ્રમાણમાં પ્રોટીન ખાવાથી વજન નિયંત્રણમાં મદદ મળે છે. બ્લડ શુગર કંટ્રોલ થાય છે અને હાડકાં અને સ્નાયુઓ મજબૂત બને છે.

ભીંડાનું સેવન હૃદયને સ્વસ્થ બનાવે છે. ભીંડા ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યાને ઓછી કરી શકાય છે. તે શરીરમાં ઉચ્ચ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. જેના કારણે હૃદયની તંદુરસ્તી વધે છે. તે પોલિફીનોલ્સથી સમૃદ્ધ છે, જે બળતરા ઘટાડે છે અને હૃદયને રોગોથી બચાવવામાં મદદ કરે છે.

સગર્ભા સ્ત્રીઓ માટે ફોલેટ (વિટામિન B9) એક મહત્વપૂર્ણ પોષક તત્વ છે. ભીંડા ફોલેટનો સારો સ્ત્રોત છે, 100 ગ્રામ ભીંડા ખાવાથી મહિલાઓની દૈનિક ફોલેટની જરૂરિયાતના 15% પૂરા થઈ શકે છે. ભીંડામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. એન્ટિઓક્સિડન્ટ ગંભીર રોગોનું જોખમ ઘટાડે છે અને મગજના સ્વાસ્થ્યને ફાયદો કરે છે.

ભીંડામાં લેક્ટીન નામનું એક પ્રકારનું પ્રોટીન હોય છે, જે માનવ કેન્સરના કોષોના વિકાસને રોકી શકે છે. એક ટેસ્ટ-ટ્યુબ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભીંડામાં રહેલું લેકટીન કેન્સરના કોષોની વૃદ્ધિને 63% રોકી શકે છે. એવું માનવામાં આવે છે કે તેના કેન્સર વિરોધી ગુણધર્મોને કારણે ભીંડાને સ્વાસ્થ્ય માટે ચમત્કારિક માનવામાં આવે છે.