હવામાન@ભરૂચ: આજે વહેલી સવારે ગાઢ ધુમ્મ્સ નજરે પડ્યું, વાહન વ્યવહાર પર અસર પડી

વસ્તીઓને જોવામાં તકલીફ પડી 
 
હવામાન@ભરૂચ: આજે વહેલી સવારે ગાઢ ધુમ્મ્સ નજરે પડ્યું, વાહન વ્યવહાર પર અસર પડી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભરૂચ જિલ્લામાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મ્સ નજરે પડ્યું હતું. ધુમ્મ્સના કારણે વહેલી સવારે વિઝબિલિટીમાં ઘટાડો થયો હતો. નજીકના અંતરે પણ ચીજ વસ્તીઓને જોવામાં તકલીફ પડી રહી હતી. ધુમ્મસની અસર વાહન વ્યવહાર પર પણ પડી હતી.

આજે વહેલી સ્વરે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. થોડા દિવસોથી ઠંડીમાં ઘટાડા બાદ આજે અચાનક વાતાવરણમાં પલટો અનુભવાયો હતો. શીતલહેર સાથે ધુમ્મ્સ છવાયું હતું.ધુમ્મ્સના કારણે રેલવે અને નેશનલ હાઇવે પર દોડતા વાહન ચાલકોએ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. વાહન વ્યવહાર ધીમો પડ્યો હતો. વિઝિબલટીમાં ખુબ ઘટાડો થયો હતો જોકે સૂર્યનારાયણના દર્શન સાથે સ્થિતિ સામાન્ય થઈ હતી.