વરસાદ@અમદાવાદ: રસ્તા ઉપર વાહનોના ખડકલા, હજી બે દિવસ ભારે વરસાદની આગાહી, ચેતજો

રાજ્યમાં મેઘરાજાની ધોધમાર બેટિંગને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હતુ.
 
વરસાદ@અમદાવાદ: રસ્તા ઉપર વાહનોના ખડકલા, હજી બે દિવસ ભારે વરસાદની આગાહી, ચેતજો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરતમાં ભારે વરસાદના કારણે રસ્તાઓં પર પાણી-પાણી  જોવા મળી રહ્યું છે.અમદાવાદમાં મેઘરાજાનું  જોરદાર તાંડવ  થયું છે. ભારે વરસાદના કારણે લોકોનું ઘરમાંથી બહાર નિકળવું  મુશ્કિલ થયું છે.રસ્તાઓ  પર પાણી ભરાતા મુસાફરી કરનારા લોકોને બહુજ તકલીફ થઇ છે.રાજ્યમાં મેઘરાજાની ધોધમાર બેટિંગને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હતુ.

જ્યાં જુઓ ત્યાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા. પાણી તો એટલા ભરાયા હતા કે, લોકોને પોતાના વાહનો જ્યાં જગ્યા દેખાઇ ત્યાં મુકીને ચાલતા જ ઘરે જવાની ફરજ પડી.

ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે અને આવતીકાલે એટલે 23 અને 24 તારીખે અમદાવાદમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે

અમદાવાદનાં બ્રિજ અને રસ્તા પર વાહનોના ખડકલા જોવા મળી રહ્યા છે. શહેરમાં થોડામા જ કલાકોમાં ત્રાટલેકા ધોધમાર વરસાદને કારણે લોકોનો હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.અમદાવાદમાં આજે સવારે ચાર કલાક સુધીનાં આંકડા તપાસીએ તો શહેરમાં કુલ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે તમામ વિસ્તારોમાં પાણી જ પાણી થયુ હતુ.અમદાવાદ માટે આગાહી કરીને ડો. મોહંતીએ જણાવ્યું છે કે, આજે હળવાથી સામાન્ય વરસાદ થવાની છે, જે પછી 23-24 તારીખે અમદાવાદમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતાઓ છે. હાલ રાજ્યમાં થઈ રહેલા ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદનું કારણ પૂર્વ-પશ્ચિમ ટ્રોફની સાથે મોનસુન ટ્રોફ પણ છે.મળતી માહિતી પ્રમાણે, શનિવારે સાંજે ચારથી રાતના નવ કલાકમાં અમદાવાદનાં બોપલમાં 6.91 ઇંચ એટલે કે લગભગ સાત ઇંચ જેટલો વરસાદ સાંજે 4 થી 9 વાગ્યાનાં 5 કલાક દરમિયાન પડ્યો હતો. કોટરપુર વિસ્તારમાં 6.16 ઇંચ, જોધપુરમાં 5.79 ઇંચ, મકતમપૂરા 5.79 ઇંચ, બોડકદેવમાં 5.77 ઇંચ વરસાદ પડ્યો હતો.શનિવારે સાંજે ચારથી રાતના નવ કલાકમાં ચકુડીયામાં 5.63 ઇંચ, કઠવાડા 5.63 ઇંચ, દુધેશ્વર 5.53 ઇંચ, ગોતા 5.47 ઇંચ, સરખેજમાં 5.45 ઇંચ, ચાંદખેડામાં 5.39 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં રામોલમાં સૌથી ઓછો 0.61 ઇંચ, નરોડામાં 0.67 ઇંચ, વટવામાં 0.69 ઇંચ અને નિકોલમાં 0.79 ઇંચ વરસાદ પડ્યો હતો.શનિવારે અમદાવાદ શહેરના 7 અંડરપાસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મીઠાખળી, અખબારનગર, ઉસ્માનપૂરા, પરીમલ, નિર્ણય નગર અને શાહીબાગ અંડરપાસને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.અમદાવાદમાં સિઝનનો 22.49 ઈંચ વરસાદ પડી ગયો છે. તો તંત્રના પાપે અમદાવાદના અનેક વિસ્તાર ડૂબ્યા હતા અને મોટાભાગના વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.