વરસાદ@ગુજરાત: વલસાડ-નવસારી અને જૂનાગઢમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયાં, વાહનો ફસાયાં

વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયાં
 
વરસાદ@ધોરાજી: માત્ર 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી સર્વત્ર પાણી જ પાણી, જળબંબાકારથી જનજીવનને અસર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યા છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે સૌરાષ્ટ્રમાં સપાટો બોલાવ્યાં બાદ આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા જમાવટ બોલાવી રહ્યા છે. નવસારી, વલસાડ, ઉમરગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

જેને પગલે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. મરોલી અને સચિન રેલવે સ્ટેશનની વચ્ચે પતરા ઉડીને રેલવે ટ્રેક પર પડતા રેલ વ્યવહાર ખોરવાયો હતો. તેમજ હાઈવે પર વૃક્ષો ધરાશાયી થતાં વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. તો જૂનાગઢમાં મોડી રાત્રે વરસાદી કહેર જોવા મળ્યો હતો, ભારે વરસાદથી અનેક સોસાયટીઓમાં નદીઓ વહેવા લાગી હતી. તેમજ ગાડીઓ ડૂબવા લાગી હતી.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 217 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વંથલીમાં 14 ઈંચ, વિસાવદરમાં 13 ઈંચ વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે પણ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા છે.