વરસાદ@ગુજરાત: નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર

અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર 
 
 વરસાદ@ગુજરાત: નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે. ખાસ કરીને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં નદીઓનાં પાણી ઘૂસી ગયાં છે.

જેને પગલે અનેક લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું છે. બીજી તરફ કાવેરી નદીના વહેણમાં 1200 જેટલા સહેલાણીઓ ફસાયા હતા. જેથી પોલીસે તમામનું રેસ્ક્યૂ કર્યું હતું. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 142 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

જેમાં સૌથી વધુ ખેરગામમાં સવા 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ ધરમપુરમાં સાત ઈંચ વરસાદ વરસ્યો છે.