વરસાદ@ગુજરાત: એકસાથે 4 સિસ્ટમ સક્રિય થવાથી અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો, વાલિયામાં આભ ફાટ્યું
12 ઈંચ વરસાદથી ઘરો, બજારોમાં પાણી જ પાણી જોવા મળ્યું
Sep 3, 2024, 09:37 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં એકસાથે 4 સિસ્ટમ સક્રિય થવાથી અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ડાંગ, તાપી, ભરૂચ, સુરત સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભરૂચના વાલિયામાં આભ ફાટ્યું હતું. 14 કલાકમાં 12 ઈંચ વરસાદ વરસ્યો હતો.
જેથી અનેક ઘરોમાં પાણી ભરાયાં હતાં. તેમજ નદી-નાળાં છલોછલ થયાં હતાં. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં રાજ્યના 183 તાલુકામાં વરસાદ વરસ્યો છે. મોડી રાત્રે નડિયાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા સહિતમાં વરસાદ ખાબક્યો હતો.
રેડ એલર્ટની આગાહી વચ્ચે વાલિયા તાલુકામાં આભ ફાટ્યું છે. 14 કલાકમાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેથી નદી નાળા છલોછલ થયા છે. તો ડહેલી ગામમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા.