ચોમાસું@વલસાડ: સિઝનનું શરૂમાં જ જળબંબાકાર, આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 176 તાલુકામાં વરસાદ વરસ્યો છે
 
ચોમાસું@વલસાડ: સિઝનનું શરૂમાં જ જળબંબાકાર, આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ચોમાસાની ઋતુની સુરુવાત થઇ ગઈ છે.રાજ્યમાં 24 કલાકમાં ભારે વરસાદ પડી રહ્યો છે.ગુજરાત રાજ્યના અમુક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.પાણી ભરાઈ જવાથી રસ્તાઓ બંધ થઇ ગયા છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રનાની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. વલસાડના વાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાપીના નિચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. જેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે.નિચાણવાળા વિસ્તારોના ઘરોમાં પણ પાણી ભરાઇ ગયા છે જેને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ તરફ વલસાડના વાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાપીના નિચાણ વાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ભારે વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ ખાબકતા રહેણાક વિસ્તારમાં પાણી ભરાયા છે. જળબંબાકાર વચ્ચે લોકોની સમસ્યામાં વધારો થયો છે.વલસાડના વાપીમાં ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકામાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે.છેલ્લા 24 કલાકમાં વાપીમાં 4.26 ઇંચ, ઉમરગામ અને વલસાડમાં 2 ઈંચ, ધરમપુરમાં 1.6 ઇંચ, કપરાડામાં 1.28 ઇંચ વરસાદ વરસ્યો છે.ભારે વરસાદથી વાપીના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા છે.વાપીના ગુંજન વિસ્તારમાં જાહેર રસ્તા પર પાણીનું સામ્રાજ્ય ફેલાયુ છે.વહેલી સવારથી જ જાહેર રસ્તા ઉપર પાણી ભરાયા છે. શાળાએ જતા બાળકો અને નોકરી ધંધે જતા લોકોને મુશ્કેલીમાં મુકાયા છે. આજે વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.