આરોગ્ય@શરીર: દિવસમાં કેટલું સૂવું જોઈએ, જાણો પુરતી ઊંઘ ન લેવાથી કેટલુ નુકસાન થાય


પુરતી ઊંઘ લેવાના ફાયદા
 
આરોગ્ય@શરીર: દિવસમાં કેટલું સૂવું જોઈએ ? જાણો પુરતી ઊંઘ ન લેવાથી કેટલુ નુકસાન થશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલના સમયમાં આરોગ્યની જાળવણી કરવી ખુબજ જરૂરી છે. આરોગ્યની જાળવણી ના રાખતા શરીરમાં કેટલાક રોગ પ્રવેશ કરે છે. 

ભાગદોડવાળી આ જિંદગી લોકોની સુખ-શાંતિ છીનવી લે છે. કલાકો સુધી મહેનત કર્યા બાદ પણ લોકો તણાવ અને એંગ્ઝાયટીમાં જીવી રહ્યા છે. તેની સીધી અસર તેમની રાતની ઊંઘ પર પડી રહી છે. કેટલાય લોકો તણાવને દૂર રાખવા માટે આખી રાત ટીવી અને મોબાઈલ પર સિનેમા જોતા રહે છે. કેટલાય લોકો દુનિયાદારીની ચિંતામાં આખી રાત સુઈ શકતા નથી.
જેની સીધી અસર તેમના સ્વાસ્થ્ય પર પડે છે. નેશનલ સ્લીપ ફાઉંડેશનની વાત માનીએ તો, જો આપ હેલ્દી જીવન જીવવા માગો છો તો કમસે કમ 7 કલાકની રાતની ઊંઘ કરવી જરુરી છે. એટલું જ નહીં આપને એ પણ જણાવી દઈએ કે, સારા સ્વાસ્થ્ય અને ગ્રોથ માટે દરેક ઉંમરના લોકોની ઊંઘની જરુરિયાત બદલાતી રહે છે. ત્યારે આવા સમયે અમે આપને જણાવી રહ્યા છીએ કે, કઈ ઉંમરમાં કેટલું સુવું જોઈએ.

સ્લીપ ફાઉંડેશનના જણાવ્યા અનુસાર, 4થી 12 મહિનાના બાળકોને કમસે કમ 12થી 16 કલાક સૂવું જોઈએ. જ્યારે 1થી 2 વર્ષના બાળકો માટે 11થી 14 કલાકની ઊંઘ જરુરી છે. જ્યારે બાળક પ્રીનર્સરીમાં જવા લાગે છે એટલે કે 3થી 5 વર્ષની ઉંમરમાં હોય છે, તો તેને 11થી 14 કલાક સૂવું જોઈએ. જ્યારે 6થી 12 વર્ષના બાળકને 9થી 12 કલાક સૂવું જોઈએ. બાળક જ્યારે ટીન એજમાં આવે છે તો તેને 8થી 10 કલાક ઊંઘવું જરુરી છે. જ્યારે 18 વર્ષ બાદ કમસેકમ 7 કલાક સૂવું જરુરી છે. જ્યારે 60 વર્ષથી વધઆરે ઉંમરના લોકોએ પણ 7થી 8 કલાક સૂવું જોઈએ.

ઓછું સૂવાથી ઓબેસિટી એટલે કે વજન વધવાની સમસ્યા થઈ શકે છે
પુરતી ઊંઘ લેવાથી આપની યાદશક્તિ મજબૂત થશે અને તમે ભૂલતા નથી
આવું કરવાથી એથલેટિક અને ફિઝિકલ પરફોર્મેંસ વધતું રહે છે
રાતમાં સાત કલાક સુવાથી હાર્ટ સંબંધિત બીમારીઓનો ખતરો ઓછો રહે છે.
ઊંઘ પુરતી ન લો તો તેનાથી ડાયાબિટીઝ ટાઈપ ટૂનો ખતરો ઊભો થાય છે.
ન સૂવાથી ડિપ્રેશન, એંગ્ઝાયટી જેવી મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલી સમસ્યા થઈ શકે છે.