રીપોર્ટ@બનાસકાંઠા: પોલીસ તમારી ફરિયાદ નોંધવામાં આનાકાની કરે તો અધિકારી સામે કાર્યવાહી થઈ શકે
તત્કાલીન PSI પીએલ આહીર સામે FIR નોંધવામાં આવી
Oct 25, 2023, 12:18 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા જાઓ અને પોલીસ તમારી ફરિયાદ નોંધવામાં આનાકાની કરે તો અધિકારી સામે કાર્યવાહી થઈ શકે છે. બનાસકાંઠાથી આવા જ સમાચાર સામે આવી રહ્યા છે. ત્રણેક વર્ષ અગાઉ હુમલાની ઘટનામાં ફરિયાદ ભાભર પોલીસે નહીં નોંધતા કાર્યવાહી કરવામાં આવી છે. તત્કાલીન PSI પીએલ આહીર સામે FIR નોંધવામાં આવી છે. 10 શખ્શોએ હુમલો કર્યો હતો અને જે અંગેની ફરિયાદ પોલીસે નોંધી નહોતી. જેને લઈ અરજદાર કોર્ટમાં પહોંચ્યો હતો.
ભાભર જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટની કોર્ટે ગુનો નોંધવા માટે હુકમ કર્યો હતો. ફરજમાં બેદરકારી દાખવવા બદલ PSI પીએલ આહીર સામે ગુનો નોંધવાના હુકમને પગલે FIR નોંધાઈ હતી. PSI સામે IPC 166, 166 મુજબ ગુનાનો આદેશ નોંધાયો હતો.