ધાર્મિક@ગુજરાત: હનુમાનજીનો ફોટો કે મૂર્તિ ઘરમાં હોય તો મંગળ, શનિ, પિતૃઓ અને ભૂત-પ્રેત આદિંનો દોષ રહેતો નથી

કેવા પ્રકારની હનુમાનજીની તસવીરો લગાવવી જોઈએ

 
 ધાર્મિક@ગુજરાત: હનુમાનજીનો ફોટો કે મૂર્તિ ઘરમાં હોય તો મંગળ, શનિ, પિતૃઓ અને ભૂત-પ્રેત આદિંનો દોષ રહેતો નથી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હનુમાનજીનો ફોટો કે મૂર્તિ ઘરમાં હોય તો મંગળ, શનિ, પિતૃઓ અને ભૂત-પ્રેત આદિંનો દોષ રહેતો નથી.  તમારે એ જાણવું જરૂરી છે કે ઘરમાં ક્યાં અને કેવા પ્રકારની હનુમાનજીની તસવીરો લગાવવી જોઈએ. ચાલો ઘરમાં હનુમાનજીની તસવીર લગાવવાના કેટલાક નિયમો વિશે જાણીએ.

પંચમુખી હનુમાન : વાસ્તુશાસ્ત્ર મૂજબ ઘરમાં જો પંચમુખી હનુમાનજીનો ફોટો કે મૂર્તિ હોય તો ઘરમાં રહેતા લોકોની પ્રગતિના માર્ગમાં આવતા વિઘ્નો દૂર થાય છે. ધન-સંપત્તિમાં વધારો થાય છે. રામ દરબાર : લિવિંગ રૂમમાં ભગવાન શ્રી રામ દરબારનો ફોટો લગાવવો જોઈએ. ભગવાન શ્રી રામના ચરણોમાં હનુમાનજી બિરાજમાન છે. આ સિવાય તમે પંચમુખી હનુમાનજીની તસવીર, પર્વતને ઉપાડતા હનુમાનજીની તસવીર પણ લગાવી શકો છો. રામ દરબારથી મનુષ્યના જીવનની તમામ તકલીફો દૂર થાય છે.

પર્વતને ઉપાડતા હનુમાનજી : જો આ પ્રકારની તસવીર કે મૂર્તી ઘરમાં હશે તો તમારામાં હિંમત, શક્તિ, આત્મ વિશ્વાસમાં વધારો થશે. તમે કોઈપણ પરિસ્થિતિથી ડરશો નહીં. દરેક ખરાબ સ્થિતિ તમને નાની દેખાશે. તમે તેનો ઉકેલ પણ મેળવી શકશો. ઉડતા હનુમાનજી : જો આ મુદ્રાની તસવીર ઘરમાં હશે તો તમારી ઉન્નતિ, પ્રગતિ અને સફળતાને કોઈ રોકી શકશે નહીં. તમે આગળ વધવા માટે ઉત્સાહ અને હિંમતથી ભરપૂર રહેશો. તમેને ચોક્કસથી સફળતા મળશે.

શ્રી રામની ભક્તિ કરતા હનુમાનજી : આ તસવીર ઘરમાં રાખવાથી તમારૂ જીવન ભક્તિ અને શ્રદ્ધાથી ભરાઈ જશે. આ ભક્તિ અને શ્રદ્ધા તમારા જીવનમાં સફળતાનો આધાર છે. તેનાથી એકાગ્રતા અને શક્તિ પણ વધે છે. ધ્યાન કરતા હનુમાનજી : આ મુદ્રામાં બિરાજમાન હનુમાનજીની તસવીર ઘરમાં સ્થાપિત કરશો તો તમારા મનમાં શાંતિ અને ધ્યાનનો વિકાસ થશે. આ ઉપરાંત હનુમાનજી રામને ભેટી રહ્યા હોય તે પણ એક અદ્ભુત તસવીર છે. તેનાથી પરિવારમાં એકતા જળવાઈ રહે છે. તેનાથી પ્રેમ ભાવનો વિકાસ થાય છે.