કામનુ@નાણાંકીય: એકથી વધુ બેંકમાં ખાતું હોય તો આટલું કરતાં રહેજો, ઓટોમેટિક બંધ થઈ શકે એકાઉન્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આત્યારના જમાનામાં લેવડ-દેવડ હવે બેંક પર આધારી થઇ ગઈ છે.કોઈભી કામ બેંક દ્વરા કરવામાં આવે છે. ડેરીનો પગાર હોય કે કોઈ પણ નોકારીયાતનો પગાર સીધો બેંકના એકાઉન્ટમાજ કરવામાં આવે છે. માટે બેંકમાં એકાઉન્ટ હોવું ખુબજ જરૂરી બન્યું છે.માટે લોકો બેંકમાં એકાઉન્ટ ખોવા લાગ્યા છે,અને આત્યારના સમયમાં કોઈ પણ બેંકમાં એકાઉન્ટ ખોલાવવું ખુબ સરળ થઈ ગયું છે. એટલા માટે લોકો પોતાના અને પરિવારના સભ્યો અને નાના બાળકોના પણ એકાઉન્ટ ખોલાવી નાખે છે.માટે લોકો જરૂરીયાત ન હોવા પર પણ બેંક એકાઉન્ટ ખોલાવી દે છે. આજકાલ દરેક કોઈની પાસે ઘણી બેંકોમાં એકાઉન્ટ હોય છે. ઘણા લોકો તેમના જુદા-જુદા બેંક ખાતાને રેગ્યુલર ઉપયોગ પણ કરે છે. જ્યારે કેટલાક લોકો એકસાથે ઘણા બેંક એકાઉન્ટ મેનેજ નહી કરી શકતા.જેનીથી તેમના એક કે બેં જ એકાઉન્ટ હંમેશા એક્ટિવ રહી શકે છે, તમારી પાસે પણ એકથી વધારે બેંકોમાં એકાઉન્ટ છે, તો આ ખબર તમારા માટે છે. વાસ્તવમાં, જ્યારે તમે લાંબા સમય સુધી તમારા બેંક એકાઉન્ટમાં કોઈ ટ્રાન્ઝેક્શ કરતા નથી, તો તમારું એકાઉન્ટ ઈનએક્ટિવ જાહેર કરી દેવામાં આવે છે, જેને બેંક પોતે જ બંધ કરી શકે છે.કેમ બંધ થઈ જાય છે એકાઉન્ટ? -જો તમે કોઈ બેંક એકાઉન્ટમાં થોડા મહિના સુધી કોઈ ટ્રાન્ઝેક્શન કરતા નથી, તો તે ઈનએક્ટિવ જાહેર કરી દેવામાં આવે છે. જ્યારે બે વર્ષ સુધી કોઈ ટ્રાન્ઝેક્શન નહી કરવા પર તમારું એકાઉન્ટ બેંક પોતે જ બંધ કરી દે છે. જો તમારે કોઈ બેંક એકાઉન્ટની જરૂર નથી, તો તમે પોતે જ બેંકમાં અરજી કરીને બંધ કરાવી શકો છો. જો તમે તેને આગળ પણ ઉપયોગમાં લેવા માંગો છો, તો રેગ્યુલર ટ્રાન્ઝેક્શન ચાલુ રાખવા પડશે.
ઈનએક્ટિવ એકાઉન્ટને કેવી રીતે ચાલું કરવું?- ઘણીવાર જ્યારે તમે એક કંપની છોડીને બીજી કંપની જોઈન કરો છો, તો તમારી બેંક પણ બદલાઈ જાય છે. જેનાથી તમારું જૂનુ બેંક એકાઉન્ટ લાંબા સમય સુધી ટ્રાન્ઝેક્શન નહી થવાના કારણે ઈનએક્ટિવ થઈ જાય છે. તેને ફરીથી એક્ટિવ કરવા માટે તમારે બેંક જઈને કેવાયસી પ્રોસેસને ફરીથી પૂરી કરવી પડશે. ત્યારબાદ તમારું બેંક એકાઉન્ટ ફરીથી ચાલુ થઈ જશે અને આગળ ટ્રાન્ઝેક્શન માટે તમે તેનો ઉપયોગ કરી શકશો.હોમ બ્રાન્ચ દૂર હોવા પર શું કરવું?- જો તમે તમારી કોઈ બેંક એજો તમે તમારા કોઈપણ બેંક ખાતામાં માત્ર એટલા માટે વ્યવહારો કરી શકતા નથી કારણ કે તમારી હોમ બ્રાન્ચ ઘરથી દૂર છે, તો તમે તેને તમારા ઘરની નજીકની શાખામાં ટ્રાન્સફર કરાવી શકો છો. આ માટે તમારે તમારી અગાઉની હોમ બ્રાન્ચમાં જઈને એકાઉન્ટ ટ્રાન્સફર માટે અરજી કરવી પડશે. આ પછી તમારું બેંક એકાઉન્ટ નજીકની શાખામાં ટ્રાન્સફર થઈ જશે અને તમે સરળતાથી ટ્રાન્ઝેક્શન ચાલુ રાખી શકશો.