ઈમ્પેક્ટ@ફતેપુરા: ટીડીઓ બોલ્યા તપાસ થશે પરંતુ મામલો નેતાજીનો હોવાથી શું થશે? રીપોર્ટ વાંચો
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ફતેપુરા તાલુકા પંચાયત સંબંધિત રેકર્ડ બનાવતી અન અધિકૃત જગ્યાનો એક વિડીયો વાયરલ થયો પછી અટલ રીપોર્ટ પ્રસિદ્ધ થયો હતો. શરૂઆતથી જ તાલુકા પંચાયતને કોઈ લેવાદેવા નહિ હોવા બાબતે મક્કમ રહેલા ટીડીઓ બારીયા આખરે સાચી ફરજ હાલ પૂરતી સમજ્યા છે. વિડિયોમાં દેખાતાં કાગળો ઉપર સ્પષ્ટ રીતે તાલુકા પંચાયત અને તાલુકા વિકાસ દેખાય છે ત્યારે તપાસ કરવી જ પડે. આ વાત જાણી ફતેપુરા ટીડીઓ બારિયાએ સ્વિકાર્યું કે, તપાસ થશે પરંતુ કેવી રીતે અને ક્યારે તેનો કોઈ ફોડ પાડ્યો નથી. જાણીએ વાયરલ વિડિયોની અસલી કહાની અને તપાસ કેવી હશે તેનો રીપોર્ટ.
દાહોદ જિલ્લાના અનેક તાલુકામાં બોગસ કચેરીની ફરિયાદો ઉઠી પરંતુ ફતેપુરાની વિગતો સાવ અલગ છે. પોતાના અંગત કામે ગયેલા મહિલાને કોઈએ સ્વરક્ષણના ભાગરૂપે વિડિયોનો સહારો આપ્યો પરંતુ વિડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. તાલુકા પંચાયતના અનેક સભ્યોની હાજરીમાં તાલુકા પંચાયતના કામોથી માંડીને તમામ સરકારી રેકર્ડ ઉભું કરવામાં આવતુ હતુ. શરૂઆતમાં સ્થાનિક સમાચાર અહેવાલ અને ટેલિફોનિક જાણકારી મળવા છતાં ટીડીઓ તપાસ માટે એક શબ્દ બોલતા નહોતા. આ દરમ્યાન અટલ સમાચાર ડોટ કોમ દ્વારા રીપોર્ટ જાહેર કરતાં દોડધામ મચી છે. સરકારી કામ અર્થે ખાનગી જગ્યાએ એટલે કે અન અધિકૃત જગ્યાએ સરકારી કર્મચારી ઉપયોગ કરી શકે તેવા શબ્દો સાથેના કાગળો ઉભા કરવાની કામગીરી થતી હતી. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અટલ રીપોર્ટ બાદ ટીડીઓ સહિતનાએ ખૂબ ધ્યાન પૂર્વક વિડિયો જોયો ત્યારે તપાસ કરવાનો શબ્દ સામે આવ્યો છે. બિન અધિકૃત જગ્યાએ સરકારી કર્મચારી બનાવે તેવા કાગળો બનતાં હોવાનુ વિડિયોમાં સ્પષ્ટ દેખાઇ આવતાં ફતેપુરા ટીડીઓ બારિયાએ તપાસ કરાવીશું તેવું ઉચ્ચારણ કર્યું છે. જોકે આ તપાસ ક્યારે અને કેવી રહેશે તપાસ તેની કોઈ સ્પષ્ટતા કરી નથી. આથી ફરીએકવાર ટીડીઓ બારીયાને પૂછતાં જણાવ્યું કે, તપાસ થશે, બધું થશે પરંતુ સામાજીક કામ અર્થે વ્યસ્ત હોવાથી વધુ વાત ના થઇ શકે તેવી સ્થિતિમાં હશે. આ તરફ વિડિયો વાળી બિન અધિકૃત જગ્યાએ ખુદ પ્રમુખ પણ ઉપસ્થિત હોવાનો જિલ્લા ભાજપા પ્રમુખના ભાઇ બાબુ આમલિયારે જણાવતાં ખળભળાટ મચી ગયો છે. આવી સ્થિતિમાં પોતે વિડિયોના સ્થળે હાજર ના હતા તેવી દલીલ કરતાં પ્રમુખની સચ્ચાઈ પણ ખુલી પડી ગઈ છે.