ઈમ્પેક્ટ@રાધનપુર: માટીચોરીના અહેવાલથી દોડ્યુ ખાણખનીજ, સ્થળ તપાસ કરી ચોંક્યા, હવે નોટિસ ફટકારશે
radhnpoor

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ


પાટણ જિલ્લામાં સરકારી ખનીજસંપત્તિની ચોરી અટકાવવાના અભિયાનથી  દોડધામ મચી રહી હોવાનું સામે આવ્યું છે. રાધનપુર તાલુકામાં માટીચોરીની ખૂબ મોટી ઘટનાનો અટલ સમાચાર ડોટ કોમ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ થતાં ખાણખનીજની ટીમ દોડતી થઈ હતી. તાત્કાલિક અસરથી સ્થળ તપાસ કરી અહેવાલ તૈયાર કરવા લાગ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ જવાબદાર વ્યક્તિને નોટીસ ફટકારવામાં આવશે જ્યારે કસૂરવાર માલૂમ પડશે તો દંડ વસૂલ થશે. મામલતદારના અભિપ્રાય પહેલાં ખૂબ મોટા પ્રમાણમાં માટી ઠાલવી દીધી હોઇ ચોંકાવનારી સ્થિતિ બની હતી. હવે તે અભિપ્રાય બાબતે પણ ઘટસ્ફોટ થતાં માટીચોરી એ પૂર્વ આયોજિત અને સંગઠિત હોવાની પ્રબળ આશંકા બની છે. આ દરમ્યાન એ પણ સામે આવ્યું કે, કેમ પાટણ જિલ્લામાં માટીચોરીની ઘટના વારંવાર બની રહી છે? જૂની તપાસમાં કડક કાર્યવાહી નહિ થતાં માટીચોરી બેફામ સ્થિતિએ પહોંચી રહી છે.

radhnpoor a

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેવ ગામ પાસે ઉભી થઈ રહેલી મીલવાળી જમીનમાં ખૂબ મોટા પ્રમાણમાં શંકાસ્પદ રીતે માટી ઠાલવવાના અટલ સમાચાર ડોટ કોમના અહેવાલની અસર સામે આવી છે. જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની ટીમ કર્મચારીઓ તાત્કાલિક અસરથી સ્થળ તપાસ કરવા દોડી આવ્યા હતા. જેમાં સ્થાનિક ઈસમોની પૂછપરછ અને રેકર્ડ ચકાસી માટીચોરી કેટલી છે કે કેમ? તે અંગે વિગતો મેળવી હતી. જેના અનુસંધાને સૂત્રોએ માહિતી આપી હતી કે, અહેવાલ તૈયાર કરી ટૂંક સમયમાં જવાબદાર ઈસમને નોટિસ ફટકારવામાં આવશે. આ દરમ્યાન એક તદ્દન નવી વાત પણ સામે આવી કે, મામલતદાર સમક્ષ આવેલ અભિપ્રાયની વિગતો પણ શંકાસ્પદ છે. ઈન્ચાર્જ મામલતદાર મહેતાબેને જણાવ્યું હતું કે, સર્વે નંબરમાં ખાતેદારનુ નામ અને માંગવામાં આવેલ અભિપ્રાયના નામમાં ફેરફાર છે. આવી સ્થિતિમાં અભિપ્રાય બનતો નથી. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

radhnpoor c


રાધનપુર તાલુકા ઈન્ચાર્જ મામલતદારે એ પણ કહ્યું હતું કે, સર્કલ ઓફિસરને સમગ્ર વિષયે સ્થળ તપાસ કરવા જણાવેલ છે. જો સ્થળ પર જતાં મોટી માત્રામાં માટી પાથરેલી જણાશે તો? એ સવાલ સામે ઈન્ચાર્જ મામલતદારે કહ્યું હતું કે, નિયમોનુસાર થતી કાર્યવાહી થશે. આ સમગ્ર ઘટનામાં આટલી મોટી માત્રામાં માટી ક્યાંથી આવી, અભિપ્રાયમાં કેમ વિસંગતતા છે? આ તમામ સવાલો તપાસ માંગી રહ્યા છે.

દેવ ગ્રામ પંચાયતના ઠરાવ સામે ગંભીર સવાલો


મીલવાળી જમીનમાં માટી ઠાલવવાની ઘટના દરમ્યાન બીજી એક નવી વાત ઉભરી આવી છે. દેવ ગ્રામ પંચાયતે તાજેતરની ચૂંટણીમાં આચારસંહિતા હોવાથી સંબંધિત જમીન માટે ઠરાવ પછીથી કર્યો હતો. આ બાબતે એવી વાતો પણ ચાલે છે કે જમીન ઉપર બાંધકામ તો ઘણાં સમયથી ચાલી રહ્યું છે. આ વિગતોની પુષ્ટિ કરવા તલાટી કમ મંત્રીનો ખૂબ સંપર્ક કરવા છતાં ફોન ઉપાડ્યો નહોતો.