ઈમ્પેક્ટ@સંતરામપુર: આખરે નિયામકે લખ્યો પત્ર, તાલુકા પંચાયત મનરેગાની એજન્સી લગત વિગતો મોકલે

 સંતરામપુર તાલુકા પંચાયતને પત્ર લખી વિગતો મોકલવા કહ્યું છે.
 
ઈમ્પેક્ટ@સંતરામપુર: આખરે નિયામકે લખ્યો પત્ર, તાલુકા પંચાયત મનરેગાની એજન્સી લગત વિગતો મોકલે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી


સંતરામપુર તાલુકા પંચાયતમાં મટીરીયલ એજન્સી બાબતના નિર્ણયોની જાણ સારું નકલ ડીઆરડીએને નહિ મળતાં દોડધામ મચી હતી. આથી નિયામકે સૌપ્રથમ કચેરીમાં તપાસ કરાવી અને વિગતોનો ખરાઇ/જરૂરિયાત લાગતાં આખરે સંતરામપુર તાલુકા પંચાયતને પત્ર લખી વિગતો મોકલવા કહ્યું છે. જેમાં મટીરીયલ એજન્સી બાબતે થયેલ નિર્ણયો, કાર્યવાહી કે ટેન્ડર સંબંધિત વિગતો મોકલવા જણાવ્યું છે. નિયામકે જણાવ્યું હતું કે, સૌપ્રથમ વખત આ રીતે પત્ર લખવામાં આવ્યો છે અને વિગતો આવ્યા બાદ આગામી પ્રક્રિયા થશે. અટલ સમાચાર ડોટ કોમના વારંવારના અહેવાલને પગલે નિયામકે સરકારના હિતમાં ટીડીઓને પત્ર લખ્યો છે.


મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા પંચાયતમાં વર્ષે દહાડે મનરેગા હેઠળ મટીરીયલ ખર્ચની કરોડોની ગ્રાન્ટ સરકાર ચૂકવે છે. આ ગ્રાન્ટ તાલુકા પંચાયતે નક્કી કરેલી એજન્સી/કોન્ટ્રાક્ટરને ચૂકવવામાં આવે પરંતુ એજન્સીની લાંબા સમયથી યોગ્યતાને લઈ છેલ્લા કેટલાક મહિનાઓથી સવાલો છે. અગાઉ વારંવાર ડીડીપીસીને જાણ કરવા છતાં સંતરામપુર તાલુકા પંચાયત પાસેથી એજન્સીની અવધિ બાબતે માહિતી મેળવી શક્યા નહોતા. 


જોકે અટલ સમાચાર ડોટ કોમ દ્વારા પારદર્શકતા મામલે વારંવાર અહેવાલ પ્રસિદ્ધ થતાં આખરે ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભગોરાએ મટીરીયલ એજન્સી વિશે વિગતો મેળવવા કવાયત હાથ ધરી હતી. જોકે એજન્સીની અવધિ કે લાંબા સમય સુધી યથાવત મામલે વિગતોની ખરાઈ માટે અથવા વડી કચેરી કક્ષાએ વિગતોની જરૂરિયાત પૂર્તિ કરવા મોટો નિર્ણય લીધો છે. સંતરામપુર તાલુકામાં મનરેગાની મટીરીયલ એજન્સી બાબતે નિયામકે આખરે ટીડીઓને પત્ર લખ્યો છે. આથી હવે નિયામકને ક્યારે વિગતો મળશે તે આગામી સમયે ખ્યાલ આવશે. આટલું જ નહિ, નિયામકે એ પણ ઉમેર્યું હતુ કે, જાણ સારું નકલો કેમ નથી મોકલી એ હાલના પત્ર આધારે જે વિગતો આવશે તેના આધારે કારણદર્શક સવાલો પૂછવામાં આવશે. આથી હવે સંતરામપુર તાલુકામાં મનરેગાની મટીરીયલ એજન્સી બાબતની પારદર્શકતાની દિશામાં નિયામક મક્કમતાથી આગળ વધી રહ્યા છે.