ક્રાઈમ@મોરબીમાં: શાકભાજીના વેપારી પર ત્રણ ઈસમોએ ઝઘડો કરી છરીના ધા ઝીક્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજના જમાનમાં લોકો નાની-નાની વાતમાં ઝગડી પડતા હોય છે..એકબીજા પર જીવલેણ હમલા કરતા હોય છે.આવીજ એક ઘટના મોરબીના સનાડારોડ પરની ઘટના સામે આવી છે.જ્યાં શાકભાજીના વેપારી પર નાની બાબતમાં જગાડો કરી ઇસમોએ જીવલેણ હમલો કરી લોહ લુહાણ વેપારીને કર્યો હતો.રઘુભાઈ પોતાના ખેતરમાં શાકભાજીનું વાવેતર કરી તેને પોતાના મોટર સાયકલ પર લઈ જઇ શનાળા રોડ પર આવેલા સરદાર બાગ સામે ઓમ શાંતિ સ્કૂલના ગ્રાઉન્ડમાં વેચવા માટે જાય છે. રોજ પોતાના નિત્યકર્મ અનુસાર રઘુભાઈ ઓમ શાંતિ સ્કૂલના ગ્રાઉન્ડમાં વહેલી સવારે ૦૫:૦૦ વાગ્યાના અરસામાં શાકભાજી વેચવા માટે આવ્યા હતા. ત્યારે ત્યાં શાકભાજી વેચવા માટે અન્ય ત્રણેય આરોપીઓ પણ ત્યાં આવ્યા હતા. એ સમયે આરોપી લાલાના થડાની બાજુમાં જગ્યા હોવાથી રઘુભાઈએ તેને પૂછ્યું હતું કે, આ જગ્યાએ કોઈ આવવાનું છે. લાલાએ આ પ્રશ્નનો ઉત્તર આપ્યો ન હતો. ફરીવાર રઘુભાઈએ આરોપી લાલાને એવું કહ્યું હતું કે, આ જગ્યા પર મારે મારો થડો લગાવવાનો છે.આ સાંભળતા જ આરોપી લાલો એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને રઘુભાઈ સાથે બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યો હતો અને તેણે મારા મારી કરી દીધી હતી.એ સમયે રઘુભાઈએ કહ્યું હતું કે, હું મારી શાકભાજી વેચવા માટે ખાલી જગ્યાનું પૂછું છું. તેમાં મને શું કામ મારો છો? આ સાંભળી આરોપી લાલો આવેશમાં આવી ગયો હતો અને તેના કબજામાં રહેલ શાકભાજી કાપવાની છરી લઈ એક ઘા તેણે રઘુભાઈના જમણા પગના સાથળના પાછળના ભાગે માર્યો હતો. જેથી રઘુભાઈને લોહી નીકળવા લાગ્યું હતું. ત્યાં અન્ય બે આરોપીઓ પણ આવી ગયા હતા અને તેણે રઘુભાઈ ને ઢીકા પાટુનો માર મારી ઇજાગ્રસ્ત કર્યા હતા. ત્યારે રઘુભાઈએ દેકારો મચાવતા આસપાસના લોકો આવી ગયા હતા. એ સમયે આરોપી લાલાએ રઘુભાઈ ને બેફામ ગાળો આપી અને કહ્યું હતું કે, આજે તો તું બચી ગયો છું ફરીવાર સામે આવ્યો તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ત્રણેય આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા.જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે