ઘટના@રાજકોટ: ધોરાજીમાં પૈસાની લેવડ-દેવડ મામલે પડોશીઓ વચ્ચે થયો ઝગડો,મહિલા સહિત ત્રણને ઇજા

 તેમજ તેની પુત્રીએ પણ ઢીકાપાટું મારમાર્યો હતો.
 
ગુનો@જામનગર: યુવકને આપઘાત માટે મજબુર કરનાર દંપતી સહિત 3 શખ્સની ધરપકડ, મોટો ઘટસ્ફોટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અત્યારના જમાનામાં લોકો નાની-નાની બાબતમાં ઝઘડી પડતા હોય છે.લોકો સામન્ય છોકરાની બાબત હોય કે,પૈસાની લેવડ-દેવદ બાબત હોય તો પણ ઝગડી પડતા હોય છે.આવીજ ઘટના રાજકોટના ધોરાજીમાંથી સામે આવી છે.ધોરાજીમાં પૈસાની લેતીદેતી મામલે પડોશીઓ વચ્ચે સશસ્ત્ર મારામારી થતાં મહિલા સહિત ત્રણને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે ધોરાજી પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાતા હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે મહિલા સહિત પાંચ અરોપીની ધરપકડ કરી હતી. બનાવ અંગે ધોરાજીના બહારપુરા, ગુલઝારપાર્કમાં રહેતાં રૂખશાનાબેન સરદારભાઇ કુરેશી (ઉ.વ.40) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મહેબૂબ ખલીફા, તેની પત્ની મોઇનાબેન મહેબૂબ ખલીફા, પુત્રી મોઇબાબેન, અલ્તાફ ખલિફા અને કાસમ ઉર્ફે કાસલાનું નામ આપ્યું હતું.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગઈ તા.10/08/2023 ના બપોરના એકાદ વાગ્યે તેનો ભાઇ સમીર ગરાણા તેના ઘરે આવેલ અને તેમને ભાડે મકાન રાખવાનું હોય જેથી ધોરાજીમાં મકાન જોવા ગયેલ ત્યાર બાદ તેનો ભાઇ તેના ઘરે જતો રહેલ ત્યાર બાદ સાંજના પાંચેક વાગ્યા સમીર ફરી ઘરે આવેલ હતો અને સમીર ઘરની બહાર ઉભો હતો ત્યારે આરોપી મહેબુબની દિકરી મોઇબા સમીરને ગાળો બોલવા લાગેલજેથી ફરિયાદી ઘરની બહાર આવેલ ત્યારે મહેબુબ ખલીફા તેના હાથમાં તલવાર લઇને આવેલ અને તલવારનો એક ઘા ઝીંકી દિધો હતો. બાદમાં મેહબુબની પત્ની મોઇનાબેન લાકડાનો ધોકો લઇ ઘસી આવેલ અને પીઠના ભાગે ફટકારી દિધો હતો. તેમજ તેની પુત્રીએ પણ ઢીકાપાટું મારમાર્યો હતો. તેમજ આરોપી મહેબુબે સમીર પર પણ તલવાર વડે માથાના ભાગે ઘા ઝીંકી નાસી છૂટ્યો હતો. બાદમાં અલ્તાફ ખલીફા, કાસમ ઉર્ફે કાસલો બાઇકમાં ઘસી આવ્યા હતાં અને અલ્તાફના હાથમાં ગુપ્તી હતી જે સમીરને ઘા ઝીંક્યો હતો. અને તે લોહીલુહાણ થઈ ગયો હતો. દરમિયાન તેમની બહેન હવા ઉર્ફે નજુ તથા અફસાના ઉર્ફે અપ્પુ આવી જતા સમીરને પ્રથમ ધોરાજી અને બાદમાં જુનાગઢ સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવેલ હતો.વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, મહેબુબ ખલીફા સાથે અમારે પૈસાની લેતી દેતી બાબતે મનદુ:ખ થયેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ તેમની ઉપર તેમજ તેમના ભાઈ પર છરી, ધોકા અને ગુપ્તિથી જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે સામાપક્ષે મારૂ નામ મહેબુબભાઇ ગફારભાઇ ખલીફા (ઉ.વ.51), (રહે.ધોરાજી બહારપુરા,ગુલજાર પાર્ક) એ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે રૂકસાનાબેન સરદાર કુરેશી, સમીર સતારા, અફસાના ઉર્ફે અપ્પુડી ગરણા અને સરદાર કુરેશીનું નામ આપ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, તેઓ જમીન લે-વેચનો ધંધો કરે છે. ગઇ તા.10/08/2023 સાંજના પાંચ વાગ્યાની આસપાસ હું મારા ઘરે હતો અને મારી પત્ની મોઇનાબેન,પુત્રી મોઇબા ઘરની બહાર ઉભા હતા

ત્યા પડોશમાં રહેતા રૂકશાનાબેન કુરેશી, તેનો ભાઇ સમીર ગરાણા અમારા ઘર પાસે આવેલ અને રૂકશાનાબેને મારી પુત્રીનો હાથ પકડી કહેલ કે, તુ બહુ બોલ બોલ કરે છે કહેતાં મારી પત્નીએ મારી દિકરીનો હાથ કેમ પકડે છે તેમ કહેતાં આરોપી મહિલા આવેશમાં આવી મારી પત્ની સાથે બોલાચાલી કરી જપ્પા જપ્પી કરવા લાગેલ અને મારમારવા લાગેલ જેથી હું મારા ઘરની બહાર આવેલ અને આરોપીને સમજાવવા જતા સમીર ઘસી આવેલ અને મને ગાળો આપી મારમારવા લાગેલ હતો. તેમજ તેના હાથમાં રહેલ છરી વડે હાથમાં ઘા ઝીંક્યો હતો. તેમજ આરોપી મારી પત્ની સાથે મારા મારી કરતા શરીરે ઇજા થયેલ હતી. દરમિયાન તેમનો પુત્ર મહમદહુશેન વચ્ચે આવતા ઘસી આવેલ સરદારે કુરેશી ધોકાથી તેમના પુત્ર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.બાદમાં અફસાના ઉર્ફે અપ્પુડી લોખંડનુ ધારીયુ લઇ ઘસી આવેલ અને તેને પણ હુમલો કરી મારમારી કરી હતી. બાદમાં તમામ આરોપી ગાળાગાળી કરી આ વખતે આ માણસો વચ્ચે આવી જતા તુ બચી ગયેલ છો અને હવે જો અમારા સામો ક્યારેય પડ્યો છો તો તને જાનથી મારી નાખીશુ કહીં નાસી છૂટ્યા હતા. બાદમાં ફરિયાદીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગેની સામસામી ફરિયાદ પરથી હત્યાના પ્રયાસ, મારામારી ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પીઆઇ એ.બી.ગોહિલે હત્યાનો પ્રયાસ કરનાર મહેબૂબ ખલિફા, તેની પત્ની મોઇનાબેન ,પુત્રી મોઇબા ,અલ્તાફ અને કાસમને દબોચી લીધાં હતાં. જ્યારે અન્ય આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.