ઘટના@રાજકોટ: પ્રેમસંબંધ મામલે યુવક પર યુવતીના પરિવારનો હુમલો,જાણો વિગતે

ધોરાજી પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
 
ઘટના@રાજકોટ: પ્રેમસંબંધ મામલે  યુવક પર યુવતીના પરિવારનો હુમલો,જાણો વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પ્રેમસંબંધ મામલે જેતપુરના યુવક પર ધોરાજીમાં યુવતીના પરિવારની બે મહિલા સહિત ચાર શખ્સોએ લાકડી અને પાઈપથી હુમલો કરતાં યુવકને સારવારમાં જૂનાગઢ ખસેડાયો હતો. બનાવ અંગે ધોરાજી પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.

બનાવ અંગે જેતપુરમાં બળદેવધાર પર રહેતાં ઇમ્તીયાજભાઇ રફીકમીયા બુખારીએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જાયદાબેન ઉર્ફે ગુડીબેન બાબુ ભટ્ટી, જયેશ ઉર્ફે જલો ચકુ રાવલ (રહે.બંને જેતપુર), જેનુબેન બાબુ ભટ્ટી (રહે.ચકલા ચોક ધોરાજી) અને રિક્ષાવાળો તેજલનું નામ આપતાં ધોરાજી પોલીસે કલમ 323,324,504,506 હેઠફળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, હું મજુરી કામ કરે છે અને પ્રેમિકા સલમા તથા સલમાની બે પુત્રી સાથે રહે છે. તેમજ માતાપિતા ચકલા ચોક, પન્નામાં પાન વાળી ગલી ખાતે રહે છે. ચારેક દિવસ પહેલા જેતપુર રહેતી પ્રેમિકા સલમા સાથે મારે માથાકુટ થયેલ હતી. જેથી તે માતા પિતાના ઘરે આવતો રહેલ હતો. તા.28/10/2023 ના સાંજના સમયે ઘરની બહાર બેઠો હતો.

ત્યારે જાયદાબેન ઉર્ફે ગુડીબેન ભટ્ટી, જયેશ ઉર્ફે જલો, જેનુબેન ભટ્ટી, તથા એક રીક્ષા વાળો તેજલ સાથે ઘસી આવ્યા હતાં અને જાયદાબેન કહેવા લાગેલ કે, તુ સલમાને ઘરમાં રાખીને બેઠો છે તેને ઘરમાંથી કાઢી મુક અને તેને છોડી દે જેથી તેમને કહેલ કે, હું સલમા સાથે સંબંધ નહી તોડુ મારે તેની સાથે સંબંધ રાખવો છે, અને હું તેની સાથે જ લગ્ન કરવાનો છું, કહેતાં ચારેય ઉશ્કેરાય ગયેલ અને જયેશ ઉર્ફે જલાએ ધક્કો મારી નીચે પછાડી દીધેલ અને મારમારવા લાગેલ તેમજ જાયદાબેન તથા જયેશ ઉર્ફે જલોએ પાઇપથી પગના ગોઠણથી નીચેના ભાગે મારવા લાગેલ હતા અને રીક્ષા વાળા તેજલએ માથામાં લાકડાનો ધોકો મારી દીધેલ હતો.

દરમિયાન પાડોશી લોકો દોડી આવતાં ચારેય શખ્સોએ કહેલ કે, તું સલમાને છોડી દે જે નહીતર તને જીવતો નહી મુકીએ તેમ કહી નાસી છૂટ્યા હતાં. બાદમાં તેઓને ઇજાગ્રસ્ત હાલતમાં પ્રથમ ધોરજી અને બાદમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગેની ફરિયાદ પરથી ધોરાજી પોલીસે ગુનો નોંધી હુમલો કરનાર બે મહિલા સહિત ચાર શખ્સોનો શોધખોળ હાથ ધરી હતી.