ગુનો@ભરૂચ: રાતના અંધારામાં તસ્કરોએ ઘરના આંગણામાં પાર્ક બાઈકની ચોરીની ઘટનાને અંજામ આપ્યો

વાહનચોરી CCTV કેમેરામાં કેદ થઇ છે. 
 
ગુનો@ભરૂચ: રાતના અંધારામાં તસ્કરોએ ઘરના આંગણામાં પાર્ક બાઈકની ચોરીની ઘટનાને અંજામ આપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અંકલેશ્વરમાં ફરીએકવાર રાતના અંધારામાં તસ્કરોએ ઘરના આંગણામાં પાર્ક બાઈકની ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ઓક્ટોબર મહિનામાં બીજીવાર ઘટના બની છે જયારે વાહનચોરોએ કસબ અજમાવ્યો છે. અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી જૂની કોલોની વિસ્તારમાં એક સાથે બે બાઇકોની ચોરીની ઘટના બની છે. વાહનચોરી CCTV કેમેરામાં કેદ થઇ છે. વાહનના મલિક પોલીસ ફરિયાદ કરવા અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન પહોંચતા CCTV ફૂટેજના આધારે પોલીસે વાહનચોરોની ભાળ મેળવવાની કવાયત હાથ ધરી છે.

અંકલેશ્વરમાં સામે આવેલા વિડીયો અનુસાર અંકલેશ્વરમાં ગત 20મી ઓક્ટોબરની રાતે વાલિયા રોડ પર નજીક આવેલી જૂની કોલોની વિસ્તારમાં મકાન ધરાવતા નૂર મહંમદ યુસુફ ઇસાકે ઘરના આંગણામાં પાર્ક કરેલું બુલેટ તથા હિંમત શંકરભાઈ વસાવાનું આજ વિસ્તારમાંથી પ્લસર બાઈક ચોરી થઈ ગયું હતું. આ અગાઉ 7 ઓક્ટોબરે પણ અંકલેશ્વરમાં બાઈક ચોરીની ઘટનાઓ સામે આવી હતી.