ચૂંટણી@ગુજરાત: પ્રથમ ચાર કલાકમાં 4 બેઠકો પર સરેરાશ 42 ટકા મતદાન થયું

દક્ષિણ ગુજરાતની ચાર બેઠકોનો ચૂંટણી જંગ

 
ચૂંટણી@ગુજરાત: પ્રથમ ચાર કલાકમાં 4 બેઠકો પર સરેરાશ 42 ટકા મતદાન થયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઘણા લોકો મતદાન પ્રક્રિયામાં ભાગ લઇ રહ્યા છે. લોકો મતદાન કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતની નવસારી, ભરૂચ, વલસાડ અને બારડોલી લોકસભા બેઠક પર શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે.

પ્રથમ ચાર કલાકમાં ચાર બેઠકો પર સરેરાશ 42 ટકા મતદાન થયું છે. સૌથી વધુ વલસાડ બેઠક પર 45.34 ટકા જ્યારે સૌથી ઓછું નવસારી બેઠક પર 38.10 ટકા મતદાન નોંધાયું છે.

દક્ષિણ ગુજરાતમાં સુરત બેઠક બિનહરીફ થયા બાદ ચાર બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.