છેતરપિંડી@ભાવનગર: કરોડોની લોનના નામે છેતરપિંડીથી યુવકનો આપઘાત, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં છેતરપિંડીનાં ગુનાઓ ખુબજ વધી ગયા છે. ફરી એકવાર છેતરપિંડીની ઘટના સામે આવી છે. ભાવનગરના એ યુવકના છે કે જેણે કરોડોની લોન મંજૂર થઇ જશે એવી લાલચ આપીને બે શખ્સોએ 40 લાખ રૂપિયાની પડાવ્યા છતાં લોન પાસ ન કરાવતા અંતે યુવકને વીડિયો બનાવીને મોતને વહાલું કરવું પડ્યું છે.
સમગ્ર બનાવ અંગે મૃતકની પત્નીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ભાવનગર શહેરના બોરડીગેટ વિસ્તારમાં આવેલા ડબ્બલ થાંભલા પાસે રહેતા અને સેન્ટીંગ કામ તથા અન્ય મજૂરી સાથે સંકળાયેલા પ્રવીણ ઉર્ફે પ્રકાશ દેવજીભાઈ સાગઠિયા આજથી એક વર્ષ પહેલાં યુનિયન બેન્કના એજન્ટો સાથે સંપર્કમાં આવ્યો હતો. આ એજન્ટોએ પ્રવિણ સાથે વિશ્વાસ કેળવી બેંકમાંથી મોટી રકમની લોન મંજૂર કરાવી દેવાની લાલચ આપી હતી અને આ લોન પાસ કરાવવા માટે પ્રવિણ પાસેથી અલગ અલગ સમયે રૂપિયા 40 લાખ જેવી માતબર રકમ પડાવી લીધી હતી.
આ બાદ છેલ્લા એક વર્ષથી એજન્ટો પ્રવિણને લોન મંજૂર કરાવવા મુદ્દે આશ્વાસનો આપતા હતા પણ લોન પાસ નહોતા કરાવી આપતા. પ્રવિણે ચૂકવેલા રૂપિયા 40 લાખની રકમ તેણે તેના સગાવહાલા, મિત્રો પાસેથી વ્યાજે લઈ એજન્ટોને ચૂકવી હતી. આથી રૂપિયા ધીરનાર લોકો પ્રવિણ પાસે સતત રૂપિયાની ઉઘરાણી કરતા હતા, આથી પ્રવિણ એજન્ટો પાસે વારંવાર ધક્કા ખાઈ રહ્યો હતો. પરંતુ લોન એજન્ટોએ લોન પાસ ન કરાવતા અને લેણદારો ત્રાસ હતા. જેના કારણે વ્યથિત પ્રવિણે તેના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેથી ઘોઘા રોડ પોલીસ મથકે મૃતક પ્રવિણની પત્નીએ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં બે બેંક એજન્ટો રાજુ ટીડાભાઈ સોલંકી તથા મેહુલ ભરતભાઈ મકવાણા તથા બે વ્યાજખોરો ગૌતમ મેર તથા દીપક ગેરેજવાળાના નામનો ઉલ્લેખ છે.
મરતા પહેલા બનાવેલા વીડિયોમાં પ્રવિણભાઈએ જણાવ્યું છે કે, 'હું મરવા માંગતો નથી પણ મને મજબૂર કરવામાં આવે છે, મારી સાથે જેણે મને લોન કરાવાની લાલચ આપી મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે, જે મને 40 લાખ રૂપિયા લઈ ગયા છે મારી માથે કરાવી દીધા છે અને એમ કહે છે કે લોન નહીં થાય સાહેબની બદલી થઈ ગઈ છે. એ માણસ અત્યારે રહે છે બજરંગ બાલક સોસાયટી એનું નામ છે રાજુભાઈ ટીડાભાઇ સોલંકી, બીજો માણસ છે એ ભરતનગર નીલકંઠ સોસાયટીમાં રહે છે મેહુલભાઈ મકવાણા આ બંનેએ મારી સાથે પૈસા લઈ છેતરપિંડી કરવામાં આવી છે હવે લોન નહીં થાય, તમારા પૈસા કાગળિયામાં બગડી ગયા છે.'
મૃતકે વધુમાં કહ્યું કે, આ બંનેએ મને 40 લાખ રૂપિયાના દેવામાં નાખી દીધો છે હવે પૈસા ક્યાંથી ચૂકવું? હવે મરવા સિવાય મારી પાસે કોઈ રસ્તો નથી. હવે એ લોકો કહે છે કે હું તમને 20,00,000 પાછા આપું અને 10 લાખનો ખર્ચો થઈ ગયો છે અને લખાણ કરી દીધું કે આટલા મહિના સુધી મને પૈસા પાછા ન દેવા પડે એવું લખાણ કરી દીધું, એ લખાણમાં મારી પાસે પૈસા માંગતા હતા તે કોઈ સમજતા નથી અને નકરા ફોન કરી હું શું કરું શું કરું...? આના માટે મારે મરવા સિવાય કોઈ રસ્તો નથી...હવે આ બંનેને એટલી સજા આપજો કે આ બંનેને એવી રીતે કરજો કે મારા પૈસા પાછા મળી જાય, મારા છોકરા અને મારી પત્નીને શાંતિથી રહી શકે.
મૃતકે વીડિયોમાં ભારતીબેનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે, બીજા એક ભારતીબેન લક્ષ્મણભાઈ પરમાર છે. જે રહે દિપક ચોક વાલ્મિકી વાસમાં રહે છે. જેમણે મારી સાથે છેતરપિંડી કરી ફોસવાવીને મારી પાસેથી 5,00,000 રૂપિયા લીધા હતા અને હવે હું પાછા માંગવા જાઉં છું તો મને દેતા નથી. પૈસા દેવામાં કોઈ સમજતા જ નથી તો હવે હું શું કરું બધેથી હું પૈસામાં ભરાઈ ગયો છું, હવે હું બહાર કોઈને મોઢું દેખાડવા જેવો નથી રહ્યો. મરવા સિવાય કોઈ રસ્તો નથી. હવે આ ભારતીબેનને ગમે એમ કરી સજા તો દેવી જ પડશે. હું તો મરી જ જઈશ પણ જેણે મારી સાથે આવું કર્યું છે એ કોઈને બચવા નહીં દઉં. મારી પત્ની અને મારા છોકરાઓને મારા રુપિયા પરત અપાવજો એવી માંગ છે.
મૃતક પ્રવીણે અંતિમ વીડિયો સાથે સુસાઇડ નોડ પણ લખી છે. જેમાં લખ્યું છે કે, ગૌતમભાઈ મેર 20 ટકા સુભાષનગર વાળાને રૂપિયા 4,00,000 તથા દીપકભાઈ ગેરેજવાળા બોરડીગેટ વાળાને 20 ટકા 5,00,000 આ બધા મને બહુ હેરાન કરે છે, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આવું બીજા કોઈની સાથે ન થાય મને મજબૂર કરવામાં આવે છે. મેં લોન કરાવવા માટે 40 લાખ બગાડ્યા તો હવે મને એમ કીધું કે લોન થાય કે ન થાય જેમાં બે જણાએ જો પહેલા નામ રાજુભાઈ ટીડાભાઇ સોલંકી અને બીજું નામ મેહુલભાઈ મકવાણા છે, હવે મને કીધું કે રૂપિયા વપરાઈ ગયેલા છે તો મેં જેના લીધા એને કંઇ રીતે પાછા આપું એટલે મેં આ પગલું ભર્યું છે. એ લોકોને મેં રોકડા આપ્યા હતા મને લેણામાં નાખી દીધો, હવે મારે મરવા સિવાય કોઈ રસ્તો નથી, હું મરી જાઉં તો આ બંનેને મૂકતા નહીં..