ઉદ્ધાટન@અમદાવાદ: સીએમ ભુપેન્દ્ર પટેલે ફ્લાવર શોનું કર્યુ ઉદ્ધાટન, જાણો સમય અને ટિકિટની કિંમત

15 લાખથી વધારે ફૂલ-છોડના રોપા જોવા મળશે.
 
આ વખતના ફ્લાવર શોમાં જર્મની, આફ્રિકા, સિંગરપુર, યુરોપિયન દેશો વગેરેમાંથી 30થી વધારે વિદેશી ફૂલ છોડની જાતો લોકોને જોવા મળશે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

 શહેરમાં રિવરફન્ટ આગામી 15 દિવસ સુધી દેશ વિદેશના લાખોની ફૂલોની ફોરમથી મહેકતું રહેશે. અમદાવાદના રિવરફ્રન્ટ પર આજથી ફ્લાવર શોનો પ્રારંભ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ફલાવર શોને જનતા માટે આજે ખુલ્લો મુક્યો છે. આ ફ્લાવર શો આજથી 15 જાન્યુઆરી સુધી ચાલશે. જેમા સવારે 9થી રાત્રે 10 સુધી પ્રવેશ આપવામાં આવશે. ફ્લાવર શોમાં પ્રથમ વખત 15 લાખથી વધારે ફૂલ-છોડના રોપા જોવા મળશે.

7 લાખ કરતાં વધુ રોપાથી 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. રિવર ફ્રન્ટ પર યોજાયેલા ફ્લાવર શોમાં આવતાં લોકો માટે સામાન્ય દિવસોમાં સોમવારથી શુક્રવાર દરમિયાન પ્રવેશ ફી 50 રૂપિયા લેવામાં આ‌વશે. જ્યારે શનિવાર અને રવિવારના દિવસે ફ્લાવર શોમાં રૂ. 75 ફી પેટે વસૂલવામાં આ‌વશે. આ ફ્લાવર શોમાં 12 વર્ષથી નાના બાળકોને મફતમાં પ્રવેશ આપવામાં આવશે. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જીગ્નેશ પટેલે આ અંગે જણાવ્યુ છે કે, અમદાવાદમાં યોજાનાર આ ફ્લાવર શો શેરીજનોને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ નવા સંસદ ભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્યમંદિરની પ્રતિકૃતિ, વિક્રમ લેન્ડર (ચંદ્રયાન 3)ની પ્રતિકૃતિ જેવા આગવા આકર્ષણો જોવા મળશે. 

અમદાવાદમાં યોજાનાર આ ફ્લાવર શોમાં ઓલમ્પિક, વડનગર તોરણની થીમ ઉપર બનાવેલ મુખ્ય પ્રવેશદ્વાર, બાળકો માટેના કાર્ટૂન કેરેક્ટર, વાઇબ્રન્ટ ગુજરાતની પ્રતિકૃતિ, સાત ઘોડાની પ્રતિકૃતિ, પતંગિયાની પ્રતિકૃતિ વગેરે થીમની પ્રતિકૃતિઓ વિશેષ આકર્ષણ જમાવશે.

ફ્લાવર શોમાં જોવા મળતી આ તમામ પ્રતિકૃતિઓ વિવિધ પ્રકારના ફ્લાવર બેટ સાથે જુદા જુદા લેન્ડસ્કેપમાં બનાવવામાં આવી છે. આ ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ પીટુનીયા, ડાયન્થસ જેવા ફૂલોની જાતના આશરે 7 લાખથી વધુ ફુલોના રોપાઓ દ્વારા 400 મીટર લાંબુ એક સુંદર મજાનું ફ્લાવર સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. 

અમદાવાદમાં યોજનર આ ફ્લાવર શોમાં પહેલીવાર 15 લાખથી વધુ ફૂલ છોડ શહેરીજનોને જોવા મળશે.  અમદાવાદ શહેરના ફ્લાવર શોમાં વિવિધ ફૂલ છોડોની સાથે પ્રાઇવેટ નર્સરીના વિવિધ સ્ટોલ, જંતુનાશક દવાઓ માટેની માહિતી, જુદી જુદી જાતના બિયારણ, ગાર્ડનિંગ કરવા માટેના સાધનો વગેરેના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે.

આ ફ્લાવર શોમાં સેવંતી, વીમ્કા, ગજેનીયા, કોલિયસ, તોરણિયા, અર્ચીડ, જલબેરા, લીલીયસ, મારીગોલ્ડ, એન્થુરીનીયમ, એમરેન્સ લીલી જેવા આશરે 15 લાખ વધુ ફૂલછોડ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.  આ વખતના ફ્લાવર શોમાં જર્મની, આફ્રિકા, સિંગરપુર, યુરોપિયન દેશો વગેરેમાંથી 30થી વધારે વિદેશી ફૂલ છોડની જાતો લોકોને જોવા મળશે.