ઘટના@ગુજરાત: પત્ની રીસાઈને પિયર જતાં બનેવીએ સાળાને કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો
કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો
Updated: Aug 7, 2024, 17:31 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં લડાઈ-ઝગડાની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. સામન્ય ઝગડામાં ના થવાનું થઇ જાય છે. આદીપુરમાં એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં ઘરકંકાસ અંતે હત્યામાં પરીણમ્યો હતો.
પત્ની રીસાઈને પિયર ચાલી જતાં સાળા-બનેવી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેથી ઉશ્કેરાયેલા બનેવીએ સાળાને કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. સમગ્ર ઘટનાને પગલે ઘર લોહીથી લથપથ થઈ ગયું હતું. પોલીસે આ અંગે તપાસ ચલાવી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.