બનાવ@પાટણ: ચેકપોસ્ટ પર મારામારીની ઘટનાચેકપોસ્ટ પર વાહનચાલકો પાસેથી પૈસા પડાવતા શખ્શને માર મારવાની ઘટના

વાહનચાલકોમાં રોષ વ્યાપી રહ્યો છે.
 
બનાવ@પાટણ: ચેકપોસ્ટ પર મારામારીની ઘટનાચેકપોસ્ટ પર વાહનચાલકો પાસેથી પૈસા પડાવતા શખ્શને માર મારવાની ઘટના 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 પીપરાળા ચેકપોસ્ટ પર મારામારીની ઘટના બની. ચેકપોસ્ટ પર વાહનચાલકો પાસેથી પૈસા પડાવતા શખ્શને માર મારવાની ઘટના સર્જાઈ છે. મારામારીનો આ વીડિયો હાલમાં ખૂબ જ વાયરલ થયો છે. જે પ્રમાણે આક્ષેપો થઈ રહ્યા છે એ પ્રમાણે ચેકપોસ્ટ પરથી પસાર થતા વાહનચાલકોની પાસેથી પૈસા વસૂલ કરવામાં આવી રહ્યા છે. જેને લઈ વાહનચાલકોમાં રોષ વ્યાપી રહ્યો છે. 

આ દરમિયાન પોલીસના નામે પૈસા ઉઘરાવતા શખ્શને વાહન ચાલકોએ ધુલાઈ કરી દીધી છે. જેમાં વીડિયો બનાવનાર બોલી રહ્યો છે કે, માર મારવાનુ કારણ પોલીસના નામે ખાનગી માણસ પૈસા ઉઘરાવી રહ્યો છે. થોડા દિવસ અગાઉ જ પીપરાળા ચેકપોસ્ટ પર વાહનચાલકો પાસેથી પૈસા ઉઘરાવાતા હોવાની ફરિયાદને પગલે 2 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષકે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.